સરકાર મહિલાઓના વિકાસ તેમજ આર્થિક રીતે સધ્ધર થાય તે માટે અનેક કાર્યક્રમો તથા યોજનાઓ થકી મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થઇને મહિલાઓના આત્મનિર્ભરતા માટે કેન્દ્ર સરકાર આત્મનિર્ભર કાર્યક્રમ થકી મહિલાઓને નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે.
કેન્દ્ર સરકારા દ્વારા શરૂ કરવામાં આવેલ ઉદ્યોગીની યોજના જે મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તે માટે આ યોજના લાવવામાં આવેલ છે, જેમા મહિલાઓને રુપિયા 3,00,000/- સુધીની વ્યવસાય માટે લોન આપવામાં આવે છે, જેમા 88 પ્રકારના નાના મોટા વ્યવસાય શરૂ કરવા મહિલા માટે મહિલા ને લોન આપવામા આવે છે.
આ યોજના સૌ પ્રથમ કર્ણાટક સરકાર દ્વારા લાવવામાં આવેલ હતી ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા મહિલા વિકાસ નિગમ અંતર્ગત સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે.
નોકરી કરતી મહિલાઓને ઉદ્યમી અને વ્યવસાયીના રૂપમાં વિકસિત કરવા અને તેમને પગભર થવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
- અટલ પેન્શન યોજના
- ગુજરાત રાજ્યના ખેડૂતોને મળશે રૂપિયા 60,000/- સુધીની સબસીડી -ટ્રેક્ટર સહાય યોજના 2024
મુખ્ય રીતે ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતાને વધુ પ્રાથમિકતા અપાય છે.
આ યોજનાનો અત્યાર સુધી લગભગ 48 હજાર જેટલી મહિલાઓને લાભ થયો છે અને લઘુઉદ્યમી તરીકે આગળ વધી રહી છે.
આ યોજના અંતર્ગત મેળવેલ લોન પર કેટલી છૂટ મળે છે?
આ યોજનામાં પરિવારની વાર્ષિક આવકના આધારે 30 ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે.
આ યોજનામા 18થી 55 વય ધરાવતી તમામ મહિલાઓ લૉન મેળવવાને પાત્ર છે.
આ યોજના માટે અરજી કરનાર મહિલાઓએ તેમનો ક્રૅડિટ સ્કોર મજબૂત છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
જો ભૂતકાળમાં કોઈ લૉન લીધી હોય અને તેની યોગ્ય રીતે ચુકવણી કરવામાં ન આવી હોય તો તેમને કોઈ લૉન આપવામાં આવશે નહીં.
સિબિલ સ્કોર સારો છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
- પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024: ઘરે બેઠા રુપિયા 10 લાખ સુધીની લોન મેળવો, જાણો સંપૂર્ણ માહિતી
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના – ગુજરાત રાજ્ય કન્યાઓને મળશે વધુ અભ્યાસ માટે રુપિયા 25,000/- સુધીની આર્થિક સહાય
કયા દસ્તાવેજ જરૂરી?
અરજીપત્ર
આધાર કાર્ડ અને જન્મનો દાખલો
ગરીબી રેખાથી નીચેના લોકોએ રેશનકાર્ડની નકલ
જાતિનું પ્રમાણપત્ર
બૅન્કખાતાની પાસબુક
આવકનો દાખલો
રહેઠાણનો પુરાવો
પાસપોર્ટ સાઇઝના બે ફોટો
આ યોજના વિશે વધુ જાણવા તેમજ લોન મેળવવા માટે સંપર્ક કરો
આ યોજના અંતર્ગત લોન મેળવવા માટે મહિલાઓએ તેમના વિસ્તારમા આવેલ બેંકનો સંપર્ક કરવાનો રહેશે.
બજાજ ફાઇનાન્સ જેવી ખાનગી નાણાકીય સંસ્થા પણ આ યોજનામાં લોન આપી શકે છે.
આ લોન વિશેની વધુ માહિતી માટે ઉદ્યોગીની, ડી-17, બેઝમેન્ટ, સાકેત, નવી દિલ્હી -110017
ફોન નંબર- 011-45781125, ઈમેલ- mail@udyogini.org પર સંપર્ક કરવો જોઈએ.