Type Here to Get Search Results !

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના – ગુજરાત રાજ્ય કન્યાઓને મળશે વધુ અભ્યાસ માટે રુપિયા 25,000/- સુધીની આર્થિક સહાય



ગુજરાત સરકાર દીકરીઓ તેમજ મહિલાઓ આર્થિક તેમજ સામાજિક રીતે પગભર થાય તે માટે તત્પર છે અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી રહી છે. કન્યાઓમા વધુ અભ્યાસના પ્રોહત્સાન માટેની ગુજરાત સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મુકે છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રવાહને પ્રોહત્સાન આપવા માટે કન્યાઓ 12 ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી આ યોજના અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાની એક યોજના છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. જેથી ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે. તો ચાલો આ યોજના વિશે વધુ માહિતી જાણીએ અને આપણી આજુબાજુની કન્યાઓને આ યોજનાથી માહિતગાર કરીએ.

 


યોજનાનું નામ

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના

યોજનાનો હેતુ

વિજ્ઞાના પ્રવાહમાં ભણતા વિધ્યાર્થીઓને સહાય આપવામાં આવશે.

લાભ મેળવવા માટેની યોગ્યતા

લાભાર્થીએ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાના રહેશે

લાભર્થીને મળતી સહાયની કુલ રકમ

ધોરણ 11 અને ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીનીઓને 25,000 ની સહાય આપવામાં આવશે.

અરજીની પ્રક્રિયા

વિદ્યાર્થિઓને અરજીની પ્રક્રિયા શાળામાંથી કરવામાં આવશે.

ઓફિસિયલ વેબસાઇટ

https://gujaratindia.gov.in/state-profile/govt-department.htm

 

સરકારી નોકરી અથવા આવનાર નવી ભરતીઓ તેમજ અન્ય યોજનાઓ માટે જુઓ: અહીં ક્લિક કરો


  • નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ એક ગુજરાત સરકારની યોજના છે અને આ યોજના અંતર્ગત કન્યાઓના વધુ અભ્યાસ માટે આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે.
  • આ યોજનામાં અભ્યાસ કરતી  કન્યાઓને વધુ અભ્યાસ માટે રુપિયા 25,000/- સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે, જેમા વિજ્ઞાન ક્ષેત્રે ભણતી કન્યાઓને આ યોજનાનો લાભ મળશે.

 

 

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત મળતા લાભો


આ યોજનામાં લાભ લેતાં લાભાર્થીઓને ધોરણ-11 અને ધોરણ-12 માં કુલ 25,000 ની સહાય આપવામાં આવશે.


  • આ યોજના અંતર્ગત વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિઓને ધોરણ-11 માં 10,000 અને ધોરણ-12 માં 15,000 એમ કુલ 25,000 ની સહાય આપવામાં આવશે. 
  • આ યોજના અંતર્ગત ધોરણ 11 અને 12 સાયન્સમા 10 મહિના સુધી રુપિયા 20,000/- પ્રતિ વર્ષ મળશે
  • આ યોજના હેઠળ બાકીના રુપિયા 5,000/- ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે.
  • આમ, આ યોજના અંતર્ગત કુલ રુપિયા 25,000/- ની સહાય આપવામાં આવશે.

આ પણ જાણો: નમો લક્ષ્મી યોજના - વધુ અભ્યાસ માટે કન્યાઓને મળશે રુપિયા 50,000/- સુધીની શિષ્યવૃત્તિ

 


નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાની પાત્રતા


આ યોજના માટેની પાત્રતા નીચે મુજબ જણાવ્યા મુજબની રહેશે


  • નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માં લાભ લેવા માટે લાભાર્થીએ સૌ પ્રથમ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.
  • ત્યારબાદ લાભાર્થીઓએ ધોરણ-11 અને ધોરણ-12 માં વિજ્ઞાનપ્રવાહ પસંદ કરવાનું રહેશે.
  • લાભાર્થીનાં કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઇએ.
  • આ પ્રમાણેની પાત્રતા ધરાવતાં તમામ વિદ્યાર્થિઓને આ યોજનાનો લાભ લઇ શકે છે. 

 

 

આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા


આ યોજના માટેની પ્રક્રિયા શાળાના નિયામકો દ્વારા કરવાની રહેશે.


  • આ યોજના માટે શાળામાં એક નમો સરસ્વતી નામનું Portal બનાવવામાં આવશે.
  • લાભાર્થીને મળતી સહાયની રકમ વિધાર્થીનાં વાલીનાં બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિઓની નોંધણીની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ, યોગ્યતા ધરાવતા વિધાર્થિઓનિ યાદી નમો સરસ્વતી Portal પર અપલોડ કરી દેવામાં આવશે.
  • આ યોજનાના લાભ માટે નિયમિત હાજરીની આવશ્યકતા રહેશે, તથા અનિવાર્ય હાજરી 80% ની રહેશે અને જેની જવાબદારી જે તે શાળાની રહેશે.
  • જેની તપાસ શાળાને જણાવ્યા વગર કરવામાં આવશે. જેમાં લાભાર્થીની હાજરી 80% નહિં થાય, તેની સહાય બંધ કરી દેવામાં આવશે.
  • રિપીટર વિદ્યાર્થિઓને આ સહાયનો લાભ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે.
  • જો વિધાર્થી બીજી કોઇ સ્કોલરશિપનો લાભ મેળવતો હોય, તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

આ પણ જાણો: Gujarat Namo Shree Yojana (ગુજરાત નમો શ્રી યોજના)

Post a Comment

0 Comments

Ads Area