Type Here to Get Search Results !

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ LIG Phase-I અંતર્ગત આવાસ માટે ઓનલાઇન આવેદન કરો

 

Join WhatsApp Group

 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન


યોજનાનું નામ: મુખ્યમંત્રી ગૃહ યોજના

સ્કીમ: LIG Phase-I

 

 

ટુંકી વિગત: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ અરજી ફોર્મ નં.L 1 OA, એલ.આઇ.જી. LIG Phase-I અંતર્ગત આવાસના મકાનો માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની પ્રક્રિતા હાથ ધરવામાં આવેલ છે. જો આપ અમદાવાદ શહેરી વિસ્તારમા રહેતા હોવ અને મકાન વિહોણા હોવ તો સુવર્ણ તકનો લાભ ચુકશો નહિ અને ઓનલાઇન ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવા માટે તા.૩૦-૦૭-૨૦૨૫ ર્થી તા-૧૨-૦૯-૨૦૨૫ સુધી વિભાગ દ્વારા ફોર્મ મંગાવવામા આવી રહ્યા છે. જેમા લાભાર્થીની પસંદગી કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પધ્ધતિથી થનાર છે.

 


મુખ્યમંત્રી ગૃહ યોજના

અરજી ફોર્મ નંબરઃ: L 1 OA

એલ.આઇ.જી. LIG Phase-I


અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઓછી આવક ધરાવતા કુટુંબો માટે નિકોલ, ચાંદખેડા, રખિયાલ, અસારવા, થલતેજ, વેજલપુર, સારંગપુર વિસ્તારમા વર્ષ ૨૦૧૬-૧૭માં બનાક્વેલ આવાસો પૈકી ખાલી રહેલ એલઆઇજી પ્રકારના ૫૫૩ આવાસો


એલ.આઇ.જી. – (અંદાજે ૪૫ ચો.મી. કાર્પેટ એરીયા)

અ.મ્યુ.કો. દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ માં આવાસો અપિકી ખાલી રહેલ એલ.આઇ.જી. સંયુક્ત કુટુંબની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધીની હોવી જોઇએ, લાભાર્થી ફાળાની રકમ રૂ.૧૦,૫૦,૦૦૦/-, મેઇન્ટેનન્સની રકમ રૂ.૫૦,૦૦૦/-



મહત્વની સુચનાઃ-

() રીઝર્વ કેટેગરીના અરજદારોએ પોતાની જાતિ અંગેના ગુજરાત રાજયના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અરજી ફોર્મની સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે.

() દિવ્યાંગજન(B/H) અરજદારોએ વિકલાંગતાનો લાભ મેળવવા (૪૦% કે તેથી વધુ વિકલાંગતા અંગેનું) સિવિલ સર્જનના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અરજી ફોર્મની સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે.

() ફોર્મમાં ખોટી માહિતી ભરવાથી રદ થનાર ફોર્મ બાબતે અથવા રીફંડ બાબતે ઉદભવતા પ્રશ્નોની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે. આથી તમામ વિગતો સાચી અને સ્પષ્ટ ભરવી.

() વ્યકિતદીઠ એક ફોર્મ ભરી શકાશે. એકથી વધુ ફોર્મ ભરેલ માલુમ પડશે તો તમામ ફોર્મ/એલોટમેન્ટ રદ કરી ભરેલ ડીપોઝીટની પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે.

() ફોર્મની તમામ વિગતો ફરજીયાત ભરવાની રહેશે. અધૂરા ભરેલ ફોર્મ અમાન્ય રહેશે.


 

ખાસ નોંધ : સદર કામના બાંધકામની કામગીરી પૂર્ણ થયેલ છે. જેથી ડ્રોમાં આપને આવાસ ફાળવણી થયા બાદ નાણાં એકસાથે જમાં કરાવી વહેલાસર પઝેશન મેળવી શકાશે.

બધા અરજદારને લાગુ પડતી સામાજિક કેટેગરી ડિફેન્સ પર્સોનલ, અનુસુચિત જાતિ , અનુસુચિત જનજાતિ , બક્ષિપંચ જનરલ કેટેગરી પૈકી લાગુ પડતી એક કેટેગરી લખવી (ફરજીયાત)

 

Join WhatsApp

Click Here

Join Telegram

Click Here

Visit Knowledge Today Site

Click Here


 

નોંધ : દિવ્યાંગજનો દિવ્યાંગજન તથા જાતિ બંને ખાનામાં સિલેક્ટ કરવી ફરજિયાત છે.The rights of persons Disabilities Act-2016 અન્વયે Benchmark Disabilities ધરાવતા લાભાર્થીઓને Horizontal Reservation સંબંધિત જ્ઞાતિની કેટેગરીમાંથી ફાળવવામાં આવશે. Benchmark Disabilities અંગે (૪૦% કે તેથી વધુ વિકલાંગતા અંગેનું) સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે.


મુખ્યમંત્રી આવાસ યોજના અગત્યની તારીખ

  • ઓનલાઇન ફોર્મ ભવાની તારીખ શરૂઆતની તારીખ: ૩૦-૦૭-૨૦૨૫
  • ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ: ૧૨-૦૯-૨૦૨૫

 

વિભાગની સત્તાવાર વેબસાઇટ જોવા માટે અહીંયા ક્લિક કરો 


LIG Phase-I ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીંયા ક્લિક કરો


Post a Comment

0 Comments

Ads Area