ગુજરાત સરકાર મહિલાઓના વિકાસલક્ષી યોજનાઓ બહાર પાડતી હોય છે કન્યાઓ તેમજ મહિલા આર્થિક અને સામાજીક રીતે વધુ સક્ષમ બને તે માટે ગુજરાત સરકાર અવનવી યોજનાઓ લાવી તેનો અમલ કરતી હોય છે ત્યારે ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ 2 ફેબ્રુઆરી, 2024 ના રોજ વિધાનસભામાં વર્ષ 2024-2025 માટે સરકારનું બજેટ રજૂ કર્યું એમા તેમણે આગામી વર્ષ માટે 3 ખૂબ જ મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજનાઓમાની એક યોજના છે ગુજરાત નમો લક્ષ્મી યોજના.
યોજનાનું નામ |
ગુજરાત નમો લક્ષ્મી યોજના |
યોજના પ્રારંભ |
2024 |
મળવાપાત્ર લાભ |
4 વર્ષા સુધીમાં રૂ.50,000/- ની શિષ્યવૃત્તિ રૂ.10,000/- પ્રતિ વર્ષ ધોરણ 9 અને
10 માટે રૂ.15,000/- પ્રતિ વર્ષ ધોરણ 11 અને
12 માટે |
લાભાર્થી |
ગુજરાતમાંથી ધોરણ 9 થી ધોરણ 12 માં અભ્યાસ કરતી છોકરીઓને |
વેબસાઇટ |
|
- આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દીકરીઓ વધુ અભ્યાસ કરી શકે તે માટે આર્થિક સહાયતાનો છે અને દીકરીઓના કલ્યાણ નો છે
- આ યોજના લાગુ થયા
બાદ અભ્યાસ કરતી દીકરીઓને ધોરણ 9 અને 10 માટે
10,000-10,000 શિષ્યવૃત્તિ હજાર અને ધોરણ 11 અને
12 માટે પ્રતિ વર્ષ 15,000-15,000 હજાર
રૂપિયા શિષ્યવૃત્તિ આમ કુલ રૂપિયા 50,000/- સુધીની
શિષ્યવૃત્તિ આપી આર્થિક સહાય કરશે.
- આ યોજના લાગુ થયા બાદ તમામ પછાતવર્ગની દીકરીઓને અભ્યાસ માટે આર્થિક સહાયતા મળશે.
- સરકાર દ્વારા અંદાજો લગાવી આપવામાં આવી રહ્યો છે કે આ યોજનાનો લાભ પ્રતિ વર્ષ 10 લાખ જેટલા કન્યા વિધ્યાર્થીઓને મળશે.
- આ યોજનાનો લાભ લેવા માટે હમણા થોડી રાહ જોવી પડશે
- હાલમા આ યોજનાની ફક્ત ઘોષણા કરવામાં આવેલ છે હજુ લાગુ થયેલ નથી આ યોજના લાગુ થશે ત્યારે તમને આ યોજના વિશે જાણ કરશું
ગુજરાત નમો લક્ષ્મી યોજના અંતર્ગત
મળવાપાત્ર લાભ
- ધોરણ 9 - રૂપિયા 10,000/- ની શિષ્યવૃત્તિ
- ધોરણ 10 -
રૂપિયા 10,000/- ની શિષ્યવૃત્તિ
- ધોરણ 11 -
રૂપિયા 15,000/- ની શિષ્યવૃત્તિ
- ધોરણ 12 - રૂપિયા 15,000/- ની શિષ્યવૃત્તિ
- આમ કુલ 50,000/- રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે
ગુજરાત નમો લક્ષ્મી યોજના માટે યોગ્ય પાત્રતા
- આ યોજનાનો લાભ ફક્ત અભ્યાસ કરતી કન્યાઓને જ મળશે
- આ યોજનાનો લાભ ગુજરાતા સરકારની સ્કુલમા કન્યા અભ્યાસ કરતી હોવી જોઇએ
- આ યોજનાનો લાભ ગુજરાતની ખાનગી સ્કુલોમા કન્યા અભ્યાસ કરતી હશે તો પણ મળશે
- આ યોજનાનો લાભ સરકારી અનુદાનિત સ્કુલોમા કન્યા અભ્યાસ કરતી હશે તો પણ મળશે
- લાભાર્થી કન્યાના પરિવારની આવક મર્યાદા 6 લાખ સુધીની હોવી જોઇએ
ગુજરાત નમો લક્ષ્મી યોજના જરૂરી દસ્તાવેજ
- ગુજરાતમાં રહેઠાણનો પુરાવો અથવા રહેઠાણનું પ્રમાણપત્ર.
- જાતિ પ્રમાણપત્ર. (જો હોય તો)
- આધાર કાર્ડ.
- બેંક ખાતાની વિગતો.
- માતા-પિતાનું આધાર કાર્ડ.
- આવક પ્રમાણપત્ર.
- શિક્ષણ સંબંધિત દસ્તાવેજો.
- મોબાઇલ નંબર.
ગુજરાત નમો લક્ષ્મી યોજનાઓ લાભ
લેવાની પ્રક્રિયા
- ગુજરાત સરકાર દ્વારા હાલમાં માત્ર નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
- નમો લક્ષ્મી યોજના આગામી વર્ષ એટલે કે 2024-2025માં લાગુ થવાની આશા છે.
- આ યોજનાની સત્તાવાર માર્ગદર્શિકા ટૂંક સમયમાં જ ગુજરાત સરકારના સંબંધિત વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવશે અને જારી કરવામાં આવશે.
- નમો લક્ષ્મી યોજના માટેની અરજીની પ્રક્રિયા પણ આ જ માર્ગદર્શિકાને અનુસરશે.
- તે સંપૂર્ણપણે ગુજરાત સરકાર પર નિર્ભર રહેશે કે તે નમો લક્ષ્મી યોજના માટેની અરજીઓ ઓનલાઈન અરજી ફોર્મ દ્વારા સ્વીકારશે કે ઓફલાઈન અરજી ફોર્મ દ્વારા.
- હાલમાં મળતી માહિતી મુજબ ગુજરાત નમો લક્ષ્મી યોજનામાં અરજીની પ્રક્રિયા સ્પષ્ટ નથી.
- ઓનલાઈન અરજીના
કિસ્સામાં, ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજનાની
વેબસાઈટ પણ બહાર પાડવામાં આવી શકે છે.