Type Here to Get Search Results !

ગુજરાત રાજ્યના ખેડૂતોને મળશે રૂપિયા 60,000/- સુધીની સબસીડી -ટ્રેક્ટર સહાય યોજના 2024


ગુજરાતના રાજ્યના ખેડૂતોને ટ્રેક્ટર સહાય યોજના 2024” અંતર્ગત રૂપિયા 60,000/- સુધીની સબસીડી મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડુતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો ચાલો જાણી આ યોજના વિશે વધુ માહિતી


આ યોજનાનો લાભા લેવા માટે ખેડુતોએ તારીખ-12-03-2024 થી તારીખ-11-05-2024 સુધીમાં ઓનલાઇ અરજી કરવાની રહેશે.


યોજનાનું નામ

ટ્રેક્ટર સહાય યોજના 2024

રાજ્ય

ગુજરાત 

લાભાર્થી

ગુજરાતના ખેડૂતો

આ યોજનાનો હેતુ

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની

ખરીદી પર સબસીડી

આ યોજનામા મળવાપાત્ર સહાયની રકમ-૧

નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને

કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે

આ યોજનામા મળવાપાત્ર સહાયની રકમ-૨

જનરલ અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 40 % અથવા

45,000/- બે માંથી જે ઓછું હોય તે

સત્તાવાર વેબસાઇટ

https://ikhedut.gujarat.gov.in/



ગુજરાત રાજ્યના ખેડૂતોના લાભ તથા ખેડૂતો તથા ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમજ ખેડૂતોના કલ્યાણ માટે સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા બાગાયતી યોજનાઓ માટે ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ "ટ્રેક્ટર સહાય યોજના 2024" વિશે વધુ માહિતી.

 

 

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગતની આ એક યોજના છે ટ્રેક્ટર સહાય યોજના 2024. જેમા ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી કરી શકે કુદરતી સાધન, પરંપરાગત સાધનો કે ટ્રેકટરનો ઉપયોગ કરે છે તથા ઘણા ખેડૂતો આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ટેકનોલોજીના સાધનોની ખરીદી શકતા નથી. જે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂત યોજનાની યાદી ikhedut પોર્ટલ પર મુકવામાં આવી છે

આ પણ જાણો: 300 યુનિટ મફત વીજળી યોજનાને મોદી સરકારે આપી મંજૂરી, આ યોજનાનો લાભ તમે પણ લઈ શકો છો

 

આ ટ્રેક્ટર સહાય યોજનાનો મુખ્ય હેતુ..

આ ટ્રેક્ટર સહાય યોજના રાજ્ય સરકારની યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (20 PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેડૂતો ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે. આ યોજના માટે સરકાર દ્વારા સત્તાવાર પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

 

 


ટ્રેક્ટર સહાય યોજનાની પાત્રતા

  • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા SC,ST,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતા હોય એમને લાભ આપવામાં આવશે.
  • વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • ખેડૂતોને ફક્ત એક જ વાર આ યોજનાનો લાભ મળશે.

 

આ ટ્રેકટર સહાય યોજનાની ખરીદીની શરતો..

આ યોજનાની સહાય મેળવવા માટે ગુજરાતના ખેડૂતોએ નીચે મુજબની શરતોનું પાલન કરવાનું રહેશે.

 

  • ખેડૂતો જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • જંગલીય વિસ્તાર માટે ટ્રાઈબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. (લાગુ પડતું હોય તો)
  • કૃષિ વિભાગ દ્વારા નક્કી પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલા અધિકૃત વેપારી પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • આ યોજના માટે માન્ય વેપારી (વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ટ્રેકટરની ખરીદી કરવાની રહેશે.

 

 આ પણ જાણો: केंद्रीय विद्यालय एडमिशन 2024 क्लास 1 - Kendriya Vidyalaya Admission 2024 for Class 1

આ ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે જરુરી દસ્તાવેજો રજુ કરવા પડશે

આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ નીચે જણાવ્યા મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે. તેમજ ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.

  • ખેડૂતનો 7-12 નો ઉતારો
  • ખેડૂતની આધારકાર્ડની નકલ
  • ખેડૂતના રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત SC અને ST હોય તો જાતિ અંગેનું સર્ટિફિકેટ 
  • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
  • જો દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર  (જો લાગુ પડતું હોય તો)
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં  7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક 
  •  બેંક ખાતાની ઝેરોક્ષ
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

 

 



આ ટ્રેક્ટર સહાય યોજનાનું સહાય ધોરણ

ટ્રેકટર યોજના માટે સબસીડી નક્કી થયેલી છે. આ સહાય યોજના હેઠળ અરજદાર ખેડૂતોની જાતિ અને દરજ્જાના આધારે Subsidy આપવામાં આવશે. જે નીચે મુજબ છે.


અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડૂતોને

  • આ જ્ઞાતિના લાભાર્થીઓને ખર્ચનાં 50 % સુધી સહાય, મહત્તમ રૂ.0.60 લાખ//એકમ સુધી મળવાપાત્ર થશે.

 

સામાન્ય અને અન્ય ખેડૂતોને

  • સામાન્ય ખેડુતને ખર્ચના 40%  મુજબ રૂ.0.45 લાખ/એકમદીઠ, બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.


 


ઓનલાઇન અરજી કરવાની મહત્વની તારીખો

  • ઓનલાઇન અરજી શરૂ કરવાની તારીખ: 12-03-2024
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 11-05-2024



ટ્રેકટર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો ikhedut પોર્ટલ પરથી ઘરે બેઠા જાતે ઓનલાઇન અરજી કરી શકે છે તથા ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. 


ફોર્મ ભરવાની પ્રક્રિયા:

  • પ્રથમ Google પર ikhedut” ની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ટાઇપ કરવી/લખવી
  • ikhedut Website ખોલ્યા બાદ yojana પર ક્લિક કરવું.
  • ત્યારબાદ નંબર-1 પર આવેલી બાગાયતી યોજનાઓ ખોલવું.
  • ત્યારબાદ બાગાયતી યાંત્રિકરણ પર ક્લિક કરવું.
  • તેમાં ક્રમ નંબર-૧ ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી) ક્લિક કરો.
  • જેમાં ટ્રેક્ટર 20 PTO HP”  યોજનામાં અરજી કરો તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રીન્ટ મેળવી લેવી.


Post a Comment

0 Comments

Ads Area