Type Here to Get Search Results !

SBI e-Mudra યોજના : રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.

 

ભારતીય નાગરિકોના હિત માટે તેમજ નાગરિકોને નવો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેમાની એક યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના. પી.એમ. મુદ્રા યોજના દરેક બેંક દ્વારા આપવામાં આવે છે. જેમા SBI e-Mudra હેઠળ રૂપિયા 50,000/- ની લોન પણ મળે છે.

 

 

તમારે નવો વ્યવ્સાય ચાલુ કરવો હોય અને તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, SBI e-Mudra હેઠળ તમને આર્થિક સહાય. જે માટે તમારી પાસે State Bank of India માં એકાઉન્ટ હોવુ જરૂરી છે, તો તે SBI e-Mudra Online Apply 2024 હેઠળ રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન મળવાપાત્ર થશે. આ યોજના માટે તમારે રૂબરૂ જવાની જરૂર નથી તમે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી માત્ર 5 મિનિટમા રૂપિયા 50,000/- સુધીની લોન મેળવી શકો છો. આ યોજનામા લોન લેવા માટે તમારી ઉંમર 18 વર્ષ થી 60 વર્ષ સુધીની હોવી જોઇએ તથા 6 મહિના સુધીના ઓછામા ઓછા બેંકમા વ્યવહાર કરેલ હોવો જોઇએ.

 

SBI e-Mudra યોજના

યોજનાનું નામ

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY)

યોજનાની શરૂઆત ક્યારે થઈ?

2015

યોજનાનો ઉદ્દેશ્ય

ભારતની નાના પાયાની ધંધા, કંપનીઓ, એકમોનો વિકાસ કરવામાં અને

ફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.

Official Website

https://www.mudra.org.in/

 

 



SBI e-Mudra યોજના લેવા માટે જરૂરી દસ્તાવેજ

આ યોજનાનો લાભ ભારતીય સ્ટેટ બેંકમાથી રૂપિયા 1 લાખ સુધી મેળવી શકો છો તથા રૂપિયા 50,000/-  સુધી લોન લેવા માટે નીચે જણાવ્યા મુજબના દસ્તાવેજ રજુ કરવાના રહેશે.


  • ગ્રાહક પાસે SBI બેંકમા બચત ખાતુ કે કરન્‍ટ એકાઉન્‍ટ હોવું જોઈએ.
  • ગ્રાહકે તેના બેંક એકાઉન્‍ટ ધરાવતા હોય તે બ્રાંચની વિગતો આપવાની રહેશે.
  • તમે જે વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
  • તમારા Bank Account સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
  • તેના ઉપરાંત GSTN Number અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્‍ટ પણ બેંકને બતાવવા પડશે.
  • જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.

 

 

SBI e-Mudra યોજના અંતર્ગત લોન મેળવવા માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

  • સૌ પ્રથમ તમે Google બ્રાઉસરમાં જઇ SBI e-Mudra ટાઈપ કરો.
  • તથા SBIની સત્તાવાર વેબસાઇટ https://emudra.sbi.co.in:8044/emudra ની મુલાકાત લો અને ‘પ્રોસીડ’ પર ક્લિક કરો.
  • UIDAI દ્વારા e-KYC હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે ઇ-કેવાયસી અને ઇ-સાઇન OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે.
  • એકવાર SBIની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારના મોબાઇલ પર એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.
  • લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.

આ પણ જાણો: નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના – કન્યાઓને મળશે વધુ અભ્યાસ માટે રુપિયા 25,000/- સુધીની આર્થિક સહાય 



 

Mudra Office Address: SWAVALAMBAN BHAVAN, C-11, G-BLOCK, BANDRA KURLA COMPLEX, BANDRA EAST, MUMBAI – 400 051

Mudra Helpline: 1800 180 1111 / 1800 11 0001

SBI Helpline: 1800 11 2211 , 1800 425 3800 , 080-26599990

 


આ પણ જાણો: e-NAM યોજના - અંતર્ગત ખેડૂતો ઘરે બેઠા કરી શકશે પેદાશની હોમ ડીલીવરી

Post a Comment

0 Comments

Ads Area