શ્રમયોગી શિક્ષણ સહાય યોજના વિશે આજે જાણીએ... આ યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળશે તથા ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું ?
આ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના...
યોજનાનું નામ |
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના |
વિભાગ |
બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગાંધીનગર |
લાભાર્થી |
ગુજરાતના બાંધકામ શ્રમિકોના બાળકો |
મળવાપાત્ર સહાય |
રૂ.૩૦,૦૦૦,/- સુધીની
શિક્ષણ સહાય |
સત્તાવાર વેબસાઇટ |
sanman.gujarat.gov.in
|
હેલ્પ લાઇન નંબર |
૦૭૯-૨૫૫૦૨૨૭૧
|
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના
શું છે ?
રાજ્યમાં બાંધકામ વ્યવસાય
મા જોડાયેલ જરૂરિયતમંદ બાંધકામ શ્રમિકોના બાળકો જે ઉચ્ચતર અભ્યાસ અને શિક્ષણમા આગળ
વધીને રેનુ બાળક પણ ડૉક્ટર,
એન્જીનિયર બને તેવા હેતુસર તેના માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ
બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલ છે.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાના
નિયમો
- શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે
- બાંધકામ શ્રમિકે નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- જો બાધકામ શ્રમિકના બે બાળકોને જ સહાય મળવાપાત્ર રહેશે.
- તે બંને બાળકો અલગ આગ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.
- બાંધાકામ શ્રમયોગીના બાળકોની ઉંમર વધુમાં વધુ ૩૦ વર્ષની હોવી જોઇએ. પુત્ર કે પુત્રી જો મૂંગા કે અપંગ હોય તો તેને વય મર્યાદામાં લાગુ પડશે નહિ.
- જે તે શિક્ષણિક વર્ષમાં પહેલી ટ્રાય્લ પૂરતી જ મર્યાદિત રહેશે. જો વિધ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો તે જ વર્ગ કે ધોરણમાં બીજી વાર સહાય મળવા પાત્ર રહેશે નહિ.
- જે બાળકો ઓપન યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે તે બાળકોને આ સહાય મળવાપાત્ર રહેશે નહિ.
- અરજદારે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે માહિતી સાચી ભરવાની રહેશે. અન્યથા ફોર્મ રદ કરવામાં આવશે.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના
માટે મળવાપાત્ર લાભ
બાંધકામ શ્રમિકના બાળકોને પ્રાથમિક શાળા થી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ (પીએચડી) સુધીના અભ્યાસ માટે રૂ.૩૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવશે.
ધોરણ |
સહયની રકમ |
હોસ્ટેલ સાથે |
ધોરણ ૧ થી ૪ |
રૂ.૫૦૦/-
|
- |
ધોરણ ૫ થી ૯ |
રૂ.૧૦૦૦/- |
- |
ધોરણ ૧૦ થી ૧૨ |
રૂ.૨૦૦૦/- |
રૂ.૨૫૦૦/- |
આઇ.ટી.આઇ. |
રૂ.૫૦૦૦/-
|
- |
પી.ટી.સી. |
રૂ.૫૦૦૦/- |
- |
ડિપ્લોમા કોર્ષ |
રૂ.૫૦૦૦/- |
રૂ.૭૫૦૦/- |
ડીગ્રી કોર્ષ |
રૂ.૧૦૦૦૦/- |
રૂ.૧૫૦૦૦/- |
પી.જી.
|
રૂ.૧૫૦૦૦/- |
રૂ.૨૦૦૦૦/- |
મેડીકલ/એન્જીનીયરીંગ એમ.બી.એ./ એમ.સી.એ./ આઇ.ટી.આઇ |
રૂ.૨૫૦૦૦/- |
રૂ.૩૦૦૦૦/- |
પીએચડી
|
રૂ.૨૫૦૦૦/- |
- |
શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાના
લાભ માટે જરૂરૂ દસ્તાવેજ
- વિધ્યાર્થીનું ચાલુ અભ્યાસનું બોનાફાઇડ સર્ટીફીકેટ
- આધાર કાર્ડ
- બેંકની પાસબુકની અથવા કેન્સલ ચેક
- વિધ્યાર્થીના છેલ્લા વર્ષની ફી ભર્યાની રીસીપ્ટ
- જો રૂપિયા ૫૦૦૦ કે તેથી વધુની સહાય હોય તો સોગંદનામુ અને સંબંધિત પત્રકભરવાનું રહેશે.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજનામાં
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
- અરજદાર sanman.gujarat.gov.in વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરી શકશે.
- સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
- તથા આઇડી પાસવર્ડ મેળવવાનો રહેશે.
- રજીસ્ટ્રેશનમાં તમને બાંધકામ શ્રમિકની વિગતો પુછશે તે ભરવાન રહેશે.
- Create બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાબાદ આઇડી પાસવર્ડ દ્વારા
ઓનલાઇન કરવાનું રહેશે.
- ત્યારબાદ શિક્ષણ સહાય/પીએચડી યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ યોજના વિશે નિયમો તથા માહિતી આવશે જે સંપુર્ણ વાંચી Accept બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ Apply બટન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી Personal Detail ભરવાની રહેશે.
- ત્યારવાદ Save કરવાનું રહેશે.
- પછી Scheme Details ભરબાની રહેશે.
- પછી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
- ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા બાદ નિયમો વાંચી લેવાના રહેશે અને હું ઉપરની બધી શરતોથી સહમત છુ સિલેક્ટ કરવાનુ રહેશે. અને Save બટન સિલેક્ટ કરવાનુ રહેશે.
- તમારી અરજી સબમિત થઇ ગઇ છે અને તમને અરજી નંબર મળ્યો હશે એ સાચવીને રાખવા તેની મદદથી અરજીની સ્થિતિ જાણી શકાશે