Type Here to Get Search Results !

ન્યુ સ્‍વર્ણિમ યોજના –મહિલાઓને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે સરકાર આપશે રૂ.2,00,000/- ની આર્થિક લોન



યોજનાનું નામ

ન્યુ સ્‍વર્ણિમ યોજના

લાભ કોને મળશે

ફક્ત મહિલાઓ માટે

મળવા પાત્ર રકમ

રૂપિયા 2,00,000/- સુધીની લોન મળશે

લોન માટેનો વ્યાજ દર

વાર્ષિક દર 5% રહેશે

 

સત્તાવાર વેબસાઇટ

https://gndcdconline.gujarat.gov.in/

 

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શુ છે ?

મહિલાઓ નોકરીઓ તેમજ અન્ય ધંધાકીય પ્રવૃતિમા જોડાય અને આર્થિક રીતે સધ્ધર થઇ પોતાનુ સ્વમાનભેર જીવન જીવે તે સારુ સરકાર અથાક પ્રયત્નો કરી મહિલાઓ માટે અવનવી યોજનાઓ લાવી મહિલાઓને કામ કરવાની તક આપે છે. એમાની એક છે ન્યુ સ્વર્ણિમ યોજના, જેમા ગરીબી રેખા નીચે જીવન ગુજારતી વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ પોતે સ્‍વમાનભેર સ્‍વરોજગારી મેળવી આર્થિક ઉત્‍કર્ષ સાધી પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે છે.


આ યોજનામા ટર્મ લોન હેઠળ પછાત વર્ગની મહિલાઓમાં આત્મનિર્ભરતા જગાવવાનો છે. જેથી તે આ યોજનાનો લાભ લઈ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને પોતાની અને પોતાના સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિમાં બદલાવ લાવી શકે. આ ઉપરાંત મહિલાઓ શિક્ષણ, આવાસ અને આરોગ્ય સુવિધાઓ માટે લોનની રકમ મેળવી શકે છે.


આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગી મુજબનો ધંધો/વ્‍યવસાય કરી શકશે


આ પણ જાણો: 

ગુજરાત રાજ્યના ખેડૂતોને મળશે રૂપિયા 60,000/- સુધીની સબસીડી -ટ્રેક્ટર સહાય યોજના 2024

 

આ યોજના હેઠળ લોન મેળવવાની જરૂરી પાત્રતા

  • અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના મહિલા હોવા જોઇએ.
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક રૂ.,૦૦,૦૦૦/- સુધીની આવકની મર્યાદા રહેશે, જેમાં રૂ.,૫૦,૦૦૦/-  સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કુલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ તથા ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે

આ પણ વાંચો: 

ગુજરાત નમો શ્રી યોજના (Gujarat Namo Shree Yojana)

ગુજરાત રાજ્ય મફત પ્લોટ યોજના વિશે જાણો


આ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • આ યોજનામા લોનની મહત્તમ મર્યાદા રૂપિયા ૨,૦૦,૦૦૦/- સુધીની છે.
  • વ્‍યાજનો દર વાર્ષિક ૫% રહેશે.
  • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૧૦૦% લોન આપવામાં આવે છે.
  • આ યોજનામા લોનની રકમમાં ૯૫% રાષ્ટ્રીય નિગમ તથા ૫% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થી ફાળો શુન્ય રહેશે.
  • આ લોનની રકમ વ્‍યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.


આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

અહીં ક્લિક કરો

  

Post a Comment

0 Comments

Ads Area