Type Here to Get Search Results !

ગુજરાત રાજ્ય મફત પ્લોટ યોજના વિશે જાણો


મફત પ્લોટ યોજના ગુજરાતમાં 1972 થી શરૂ છે. આ યોજના ગુજરાત રાજ્ય પંચાયત વિભાગ હેઠળની એક મહત્વની યોજના છે. અને આ યોજનાનો હેતુ ગુજરાત ગ્રામિણ વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા ભુમિહીન ખેતમજૂરો અને ગ્રામ્ય કારિગરોને મફત ઘરઘથ્થુ પ્લોટની યોજના છે. જેનો લાભ ગ્રામિણ વિસ્તારોમા રહેતા ગરીબોને લાભ મળશે. ચાલો મફત પ્લોટ યોજના વિશે વધુ માહિતી મેળવીએ.


યોજનાનું નામ

૧૦૦ ચોરસ વાર મફત પ્લોટ યોજના

અમલીકરણ

ગુજરાત સરકાર

ઉદ્દેશ

ભૂમિહીન મજૂરોને મફતમાં પ્લોટ આપવા

લાભાર્થી

ગ્રામીણ વિસ્તારોમા પ્લોટ વગરના રહેતા મજૂરો માટે ઉપયોગ કરવામાં આવે છે

અરજીનો પ્રકાર

મફતમાં ૧૦૦ ચો.વાર પ્લોટ

Official Website

https://panchayat.gujarat.gov.in


ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘર વિહોણા કુટુંબો પોતાનુ ઘર બનાવી શકે તેવા ઉમદા હેતુથી ૧૦૦ ચો.વાર ના મફત પ્લોટ આપવાની યોજના

યોજનાનો લાભ લેનાર પાત્રતા ધરાવતા લાભાર્થીઓની આવેલ અરજીઓને જે તે ગામની જમીન ઉપલબ્ધતા ધ્યાને લઇ દર માસના પહેલા શનિવારે પ્રાન્ત અધિકારીશ્રીના અધ્યક્ષતામાં તાલુકા લેન્ડ કમિટી દ્વારા મફત પ્લોટની ફાળવણી કરવામાં આવે છે.

 

મફત પ્લોટ યોજના માટે અરજી કોણ કરી શકે ?

મફત પ્લોટ યોજના માટે નીચે જણાવ્યા મુજબના લાભાર્થીઓ અરજી કરી શકે છે.

  • પાત્રતા ધરાવતા લાભાર્થીએ જે તે ગ્રામ પંચાયતમાં અરજી કરવાની રહેશે.
  • ગ્રામ પંચાયત કક્ષાએ રજુ થયેલ અરજીઓ તાલુકા પંચાયત કચેરીમાં રજુ કરવાઅની રહેશે.


આ યોજનાનો લાભ કોને મળી શકે ?

મફત પ્લોટ યોજનાઓ લાભ નીચે જણાવ્યા મુજબના લાભર્થીઓને મળશે

  • લાભાર્થી પ્લોટ વિહોણા હોય
  • પતિ/પત્નિના નામે રાજ્યમાં કોઇ પણ સ્થળે પ્લોટ કે મકાન ન હોવા જોઇએ
  • ગ્રામ્ય વિસ્તારમાં જે તે ગામમાં ઓછામાં ઓછા એક વર્ષથી વસવાટ કરતા હોવા જોઇએ.
  • લાભાર્થીના નામે ખેતીની જમીન ન હોવી જોઇએ અથવા સંયુક્ત નામે હોય અને વડવાના નામે જમીન ન હોય અને તે જમીનમાં અરજદારના કિસ્સામાં પિયતવાળી જમીનના કિસ્સામાં અડધા હેક્ટરની જમીન વધારે ન હોય અને બિનપિયતવાળી જમીનના કિસ્સામાં એક હેક્ટરથી વધારેવ હોવી ન જોઇએ.

 

 

મફત પ્લોટ યોજના માટે લાભર્થી દ્વારા રજુ કરવાના થતા ડોક્યુમેન્ટસ

મફત પ્લોટ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટસ આપવાના રહેશે.

  • પુખ્ત વયના પુરાવા તરીકે જન્મ નોંધણીનું પ્રમાણપત્ર
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • અરજદારની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (વાર્ષિક આવક અંગેનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવાનું રહેશે.)
  • લાભાર્થી સગીર વયનો હોવો જોઇએ એટલે કે લાભાર્થી સગીર ન હોવો જોઇએ.
  • ચુંટણીકાર્ડ / આધારકાર્ડ/રેશનકાર્ડમાંથી કોઇ એક
  • જમીન ધારણ કરતા નથી / વારસદાર તરીકે ભાગે જમીન મળનાર છે તે અંગે તલાટી કમ મંત્રી શ્રીનું પ્રમાણપત્ર અને જમીન ધરણ કરતા હોય તો ગામ નમૂના નં-૭
  • અરજદારશ્રી અથવા તેમના કુટુંબના કોઇપણ વ્યક્તિના નામે રાજ્યમાં કોઇપણ સ્થળે ગ્રામ્ય / શહેરી વિસ્તારમાં જમીન / મકાન નથી તે મતલબનું એકરારનામું (નિયત નમૂનામાં)
  • અરજદારને બીપીએલ યાદીમા સામેલ કરવા જોઇએ.



પ્લોટ ફાળવણીમાં અગ્રતાક્રમ

મફત પ્લોટ યોજના ફાળવણીમાં નીચે જણાવ્યા મુજબના લાભર્થીઓને અગ્રિમતા આપવામાં આવશે.

  • અનુસુચિત જન જાતિ
  • અનુસુચિત જાતિ
  • અન્ય પછત વર્ગો

 

મફત પ્લોટ ગુજરાત રાજ્ય યોજના અરજી પ્રક્રિયા

મફત પ્લોટ યોજનામાં લાભર્થીઓએ અરજી નીચે જણાવ્યા મુજબ કરવાની રહેશે.

  • આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ જે તે ગ્રામ પંચાયતમાંથી નિયત નમૂના મુજબનુ ફોર્મ મેળવી કોઇ પણ પ્રકારની ભૂલ ચુક વગર ફોર્મ ભરી જરુરી અન્ય ડોક્યુમેન્ટસ જોડી તલાટી કમ મંત્રીનો સહી સિક્કા કરી અરજી ઓફલાઇન કરવાની રહેશે.

Post a Comment

0 Comments