Type Here to Get Search Results !

ગુજરાત રાજ્ય પીએસઆઈ (PSI) પરીક્ષા માટેનો સિલેબસ બદલાયો, હવે PSI બનવા માટે આજથી જ નવા સિલેબસ મુજબ તૈયારી શરૂ કરી દો

ગુજરાત રાજ્ય પીએસઆઈ સિલેબસ 2024: હવે પીએસઆઈ પરીક્ષા માટેનો સિલેબસ બદલાયો છે પીએસઆઈ બનવા નવા સિલેબસ મુજબ આજથી જ તૈયારી શરૂ કરી દો.


ગુજરાત રાજ્ય પીએસઆઈ સિલેબસ 2024: PSI ભરતી માટે નવો અભ્યાસક્રમ અને નવી પરીક્ષા પધ્ધતિ જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકારે પોલીસ ભરતી માટે નવી પરીક્ષા પધ્ધતિ અને નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે. ગુજરાત રાજ્યમાં PSI તરીકે ભરતી થવા ઇચ્છુક ઉમેદવારોએ જાહેર થયેલા PSI નવા સિલેબસ મુજબ આજથી જ પરીક્ષાની તૈયારી કરવાની શરૂ કરી દેવી જોઈએ. કારણ કે સરકાર દ્વારા PSI ની ભરતી માટે લીલીઝંડી આપી દીધેલ ટુંક સમયમાં PSI ભરતીની પ્રક્રિયા શરૂ થશે.


ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા અગાઉ પણ જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે. તાજેતરમાં પીએસઆઈ ની પરીક્ષાને લઈને સુધારો કરી નવો સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. તેથી પોલીસ વિભાગમાં નોકરીની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ જાહેર થયેલ નવા સિલેબસ મુજબ આજથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ.


ગુજરાત રાજ્ય પીએસઆઈ પરિક્ષા પદ્ધતિનો સિલેબસ નીચે જણાવ્યા મુજબ રહેશે

શારીરિક કસોટી (Physical Test)

પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI પરીક્ષા માટે મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. શારીરિક કસોટી દોડ માટે દરેક ઉમેદવારોએ નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે તથા દોડના માર્કસ ગણવામાં નહિ આવે. સમય મર્યાદામાં દોડ પાસ કરનાર ઉમેદવારને જ લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે તેમજ ઉમેદવારના વજનને પણ ધ્યાનમાં લેવામાં નહિ આવે.  


લેખિત કસોટી (Written Exam)

હવે PSI ભરતીમાં માત્ર એક જ વખત 300 ગુણની પરીક્ષા લેવામાં આવશે કુલ બે પ્રશ્ન પત્ર હશે જેમાં પેપર-1 માં 200 ગુણ અને 2 ભાગમાં લેવામાં આવશે. જ્યારે પેપર-2 માં 100 ગુણ અને 2 ભાગમાં લેવામાં આવશે. 

ઉમેદવારે પરીક્ષા પાસ થવા માટે પ્રથમ ભાગમાં 200 માંથી 70 ગુણ અને ભાગ બે 100 માંથી 30 ગુણ આમ ઉમેદવારોએ પરીક્ષા પાસ થવા માટે 40 ટકા ગુણ મેળવવાના રહેશે. તેમજ પેપર-1 ના બંને ભાગમાં 40 ગુણ મેળવનારનું જ પેપર-2 ચકાસવામાં આવશે.


PSI ના અગાઉના પરીક્ષા સીલેબસમાં પૂછાતા મનોવિજ્ઞાન, સોશ્યોલોજી, સી.આર.પી.સી, આઇ.પી.સી. એક્ટ, એવીડન્સ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, પ્રિવેન્સન ઓફ એટ્રોસીટી એક્ટ, ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને પ્રિવેન્સન ઓફ કરપ્શન એક્ટ વગેરે વિષયોને નવા સિલેબસ માંથી દૂર કરી દેવામાં આવ્યા છે.


PSI નવો સિલેબસ નીચે જણાવ્યા મુજબનો રહેશે:

પેપર-1 કુલ 200 માર્કસનું રહેશે

Part : A 

  • Reasoning and Data Interpretation - 50 Marks
  • Quantitative Aptitude - 50 Marks 
  • Total - 100 Marks 

Part : B

  • Constitution of Bharat and Public Administration - 25 Marks 
  • History, Geography, Cultural Heritage - 25 Marks
  • Current Affairs & General Knowledge - 25 Marks
  • Environment, Science &Tech &Economics - 25 Marks
  • Total - 100 Marks 


પેપર - 2 

Part A : Gujarati Language Skill  

  • Essay (350 Word) - 30 Marks
  • Precis Writing - 10 Marks 
  • Comprehension - 10 Marks 
  • Report writing - 10 Marks
  • Letter Writing - 10 Marks
  • Total - 70 Marks 


Part B : English Language Skill  

  • Precis Writing - 10 Marks
  • Comprehension - 10 Marks 
  • Translation(from Gujarati to English ) - 10 Marks 
  • Total - 100 Marks 


વધારાના ગુણ (Extra Marks):

અગાઉ વધારાના ગુણ માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પરિણામ આધારે આપવામાં આવતા હતા. જે રદ કરીને કેન્દ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરેલ અભ્યાસના સમય ગાળાને ધ્યાનમાં રાખીને વધારાના ગુણ નીચે જણાવ્યા મુજબ આપવામાં આવશે .  

NFSU અથવા RRU માં કરેલ કોર્ષનો સમયગાળો

  • 01 વર્ષ 05 માર્કસ 
  • 02 વર્ષ 09 માર્કસ 
  • 03 વર્ષ 12 માર્કસ
  • 04 વર્ષ કે તેથી વધુ 15 માર્કસ

મેરીટ યાદી નીચે જણાવ્યા મુજબ તૈયાર કરવામાં આવશે:

ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં મેળવેલ માર્કસ અને વધારાના મેળવેલ માર્કસનો સરવાળો કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.

આ પણ જુઓ: રાજ્ય પોલીસ ભરતીના જાહેર થયા નવા નિયમો, દોડના માર્ક્સ નહિ ગણાય તેમજ વજનને ધ્યાનમા નહિ લેવાય.


More Recruitments or Notifications: જુઓ

Post a Comment

0 Comments