ગુજરાત રાજ્ય નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા સતત ચોથી વાર રાજ્યનું 2025-2026 નું બજેટ રજૂ કરવામાં આવ્યું
ગુજરાત રાજ્ય બજેટ 2025 : ગુજરાત રાજ્ય નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું સને 2025-2026 નું બજેટ જેમાં ખેડૂતો માટે આ બજેટમાં કિશાન સર્વોદય યોજના માટે રૂ.2175/- કરોડની ફાળવણી કરવામાં આવી તથા યુવા રોજગાર માટે 10 જિલ્લાઓમાં 20 સ્થળોએ સમરસ કુમાર-કન્યા છાત્રાલય બનાવવામાં આવશે તેમજ એલ.ડી. સહિત 6 કોલેજોમાં AI લેબ સ્થપાશે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ હેઠળ 50 હજાર રોજગારીનું સર્જન થશે. તથા વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 100 કરોડ તેમજ વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવી.
ગુજરાત રાજ્ય બજેટ 2025 : કનુભાઈ દેસાઈએ રજૂ કરેલ આજના બજેટમાં આરોગ્ય ક્ષેત્રે 2023 સુધીમાં માતા મૃત્યદર અને બાળ મૃત્યુદરમાં 50% ઘટાડવાનો નિર્ધાર માતા-બાળ મૃત્યુદર ઘટાડવા 20,100 કરોડની જોગવાઈ કરવામાં આવી તેમજ સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે મોટરાઇઝક ટ્રાયસિકલ તથા જોમસ્ટિક વ્હીલચેર આપવા 50 કરોડ પેન્શનરોને હયાતીની ખાતરી ઘર આંગણેથી કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય બજેટ 2025 : ગુજરાત રાજ્ય નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં ઉદ્યોગ-સ્ટાર્ટઅપ ક્ષેત્રે ટેક્ષટાઇલ માટે 2000 કરોડ તથા 3600 કરોડની જોગવાઈ તેમજ 4 વિસ્તારમાં I-HUB સ્થપાશે તેમજ પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે પ્રવાસન સ્થળોને સાંકળતા 150 જેટલા રસ્તાઓનો વિકાસ કરવામાં આવશે અને નવી 200 જેટલી એસી બસોનો સમાવેશ કરવામાં આવશે અને અંબાજીનો વિકાસ કરવામાં આવશે જેમાં 180 કરોડની વિશેષ જોગવાઈ કરવા આવી તથા આ બજેટમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે 31% ના વધારા સહિત વિવિધ વિભાગો હેઠળ 1505 કરોડની જોગવાઈ કરવામાં આવી. તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો માટે 253 કરોડની જોગવાઈ કરવામાં આવી
ગુજરાત રાજ્ય બજેટ 2025 : ગુજરાત રાજ્ય નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ સતત ચોથા બજેટમાં નીચે જણાવ્યા મુજબનો સમાવેશ કરવામાં આવેલ છે તો ચાલો વિગતવાર બજેટ વિશેની વધારાની માહિતી મેળવીએ
- શિક્ષણ ક્ષેત્રે 59,999 કરોડની ફાળવણી કરવામાં આવી જે નીચે મુજબ છે.
- મહિલાઓની આત્મ નિર્ભરતા માટે સખી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી અને મહિલાઓને આત્મ નિર્ભરતા માટે સાધન સહાય, લોન ગેરંટી તથા મહિલાઓને તાલીમ આપવા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી.
- અન્નદાતા ખેડૂતોને ટ્રેકટરની ખરીદી માટેની સહાયમાં એક લાખનો વધારો કરવામાં આવ્યો તથા ખેડૂતોને મીની ટ્રેકટરો તથા ખેતીને લાગતી સાધન સામગ્રી માટે 1612 કરોડની સહાયની જોગવાઈ કરવામાં આવી. તથા પ્રાકૃત ખેતીને પ્રોત્સાહન આપવા અને પ્રાકૃત ખેતીને વેગવંતુ બનાવવા સારું 400 કરોડની જોગવાઈ કરી પ્રાકૃત ખતીને પ્રાથમિકતા આપવામાં આવી તેમજ કિશાનસૂર્યોદય યોજના હેઠળ 2175 કરોડની જોગવાઈ કરવામાં આવી.
- બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ મળતી લોન અને સબસીડીની રકમમાં 100% નો વધારો કરીને 480 કરોડની જોગવાઈ કરવામાં આવી
- 10 જિલ્લાઓમાં વિવિધ 20 વિસ્તારો ખાતે સમરસ કન્યા-કુમાર છાત્રાલય સ્થાપવામાં આવશે જેનો લાભ 13 હજાર જેટલા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે.
- 81 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે 4827 કરોડની જોગવાઈ કરવામાં આવી
- રોજગારી ક્ષેત્રે : મેન્યુફેકચરિંગ પાર્ક અને ટેક્ષટાઇલ નીતિથી 5 લાખ જેટલી રોજગારીનું સર્જન કરવામાં આવશે
- પ્રાથમિક શાળાઓમાં પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન સારું 72 તાલુકાઓમાં સેન્ટ્રલાઇઝડ કિચન માટે 554 કરોડની જોગવાઈ કરવામાં આવી
- પઢાઇ ભી પોષણ ભી યોજના અંતર્ગત 617 કરોડની જોગવાઈ
- પોષણલક્ષી યોજના માટે 8200 કરોડની જોગવાઈ
- ઘરનું ઘર યોજના હેઠળ 3 લાખ આવાસ પૂરા પાડવામાં આવશે
- પોલીસ બેડામાં 14000 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે.
- દ્વારકા-સોમનાથ-પોરબંદરને જોડતો સોમનાથ દ્વારકા એક્ષપ્રેસ વે વિકસાવવામાં આવશે.
- અમદાવાદ ગિફ્ટ સિટી રિવરફ્રન્ટ માટે 350 કરોડની જોગવાઈ
- સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ માટે 12,847 કરોડની જોગવાઈ
- ભુજ નખત્રાણા ફોરલેન હાઈસ્પીડ કોરિડોર માટે 937 કરોડની જોગવાઈ
- અમદાવાદ-સુરત-રાજકોટ અને ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્પિટલ બનાવવામાં આવશે.
- 108 ઇમરજન્સી સેવા હેઠળ 200 નવી એમ્બ્યુલન્સ મૂકવામાં આવશે.
- G.M.E.R.S. સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે 1392 કરોડની જોગવાઈ.
- પ્રતિકૂળ હવામાન સામે ટકી શકે તેવા રસ્તા તેમજ પુલ બનાવવા માટે 350 કરોડની જોગવાઈ
- કચ્છ-અમદાવાદ-જૂનાગઢ-વડોદરા-હાલોલ ખાતે 5 મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવામાં આવશે.
- જામનગરમાં નવી કૃષિ કોલેજ તથા થરાદમાં કૃષિ ઈજનેરી કોલેજ સ્થાપવામાં આવશે.
- 4 નવી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે.
- વીજ સહાય યોજના માટે 10613 કરોડની જોગવાઈ તથા કિશાન ક્રેડિટકાર્ડની ધિરાણની મર્યાદામાં વધારો કરીને 3 લાખથી 5 લાખ કરવામાં આવી.
- ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ દીકરીના સંતાનોને રૂપિયા 300 ને બદલે 200 સ્ટેમ્પ ડયુટી ભરવી પડશે.
- સરરેરાશ વાર્ષિક ભાડા પર 1% સ્ટેમ્પ ડયુટીમાં રાહત રહેણાંક મકાન માટે રૂ.500 વાણિજ્ય માટે રૂ.1000 ની સ્ટેમ્પ ડ્યુટી લેવાશે.
- 'ગીરોખત' પરની સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો : પહેલા 0.25 લેખે મહત્તમ 25000 સ્ટેમ્પ ડયુટી હતી હવે મહત્તમ રૂપિયા 5000 ની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે.