Type Here to Get Search Results !

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે એટલે કે તા.-17 સપ્ટેમ્બર 20223 ના રોજ જાહેરાત કરવામાં આવી.


પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શુ છે ?  ચાલો આ યોજના વિશે વિસ્તૃતમા જાણીએ..

યોજનાનું નામ

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

જાહેરાત

17 સપ્ટેમ્બર 2023

મળતી સહાય

કુલ 15000/- ટુલકીટ પ્રોત્સાહન પેટે તેમજ તાલીમ પિરિયડ દરમિયાન તાલીમ મેળવતા લાભાર્થીને પ્રતિદિન 500/- રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

આ યોજનાનો લાભ કોને મળે

વિશ્વકર્મા સમુદાય નીચે આવતા આવતા લોકો માટે

યોજનાનો સમયગાળો

વર્ષ 2023-24 થી 2027-28 સુધી

Official Website

https://pmvishwakarma.gov.in/


પીએમ વિશ્વકર્મા યોજના: આ યોજના નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે એટલે કે તા.-17 સપ્ટેમ્બર 20223 ના રોજ જાહેરાત કરવામાં આવી. આ યોજના દ્વારા સરકાર વર્ષ 2023-24 થી 2027-28 વિશ્વકર્મા સમુદાય નીચે આવતા લોકો માટે 13000 કરોડ રૂપિયાની સહય માતે જાહેરાત કરવામાં આવી તેમજ આ યોજનામાં 140 થી વધુ જતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સહાયકારી યોજનાનો લાભ લેવા માટે ક્યા જરૂરી દસ્તાવેજો જોઇશે, યોજનાનો ઉદ્દેશ શુ છે, સહાયમાં કેટલી રકમ મળશે, વ્યાજ દર શુ રહેશે, કોણ અરજી કરી શકે અને આ યોજનાનો લાભા લેવા માટે કેવી રીતે અરજી કરવી વગેરે માહિની નીચે મુજબ સમજીશુ.

પીએમ વિશ્વકર્મા યોજનાનો ઉદ્દેશ: આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કારીગરો અને શિલ્પકારોને આત્મનિર્ભર અને રોજગાર પૂરો પાડવાનો છે. તથા પરાગત કામ કરતા કારીગરો અને શિલ્પકારોની કારીગરીને વેગ આપવા માટે તેમના દ્વારા બનાવાયેલી વસ્તુઓને બજારો સુધીની પહોંચાડવા માટે છે.


પીએમ વિશ્વકર્મા યોજનાના લાભો:

આ યોજના અંતર્ગત નીચે જણાવ્યા મુજબના લાભો થશે.

  • આ યોજના અંતર્ગત વિશ્વકર્તા સમુદાય નીચે આવતી તમામ 140 કરતાં વધુ જેવી કે કડિયા, સુથાર, કુંભાર, લુહાર, મોચી,  ભારદ્વાજ વગેરે જ્ઞાતિને લાભ આપવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત તાલુકા પ્રમાણે MSME વિભાગ દ્વારા તાલીમના કેન્દ્રો શરૂ કરવામાં આવશે અને કારીગરોને તાલીમ આપવામાં આવશે તેમજ તાલીમ દરમિયાન સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
  • પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના નીચે આવતી તાલીમ મેળવીને સ્ટાઇપેન્ડ પ્રાપ્ત થતું હોવાથી યોજનામાં પાત્રતા ધરાવતા સમાજના લોકોની આર્થિક સ્થિતિમાં પણ વિકાસ થશે.
  • તાલીમ મેળવ્યા બાદ લાભાર્થીને રોજગારની નવી તકો મળશે.
  • આ યોજનાના લાભાર્થી કારીગર મિત્રોને સમાજની મુખ્ય શાખા સાથે જોડવામાં આવશે.
  • પીએમ વિશ્વકર્મા યોજના ફક્ત એવા પરંપરાગત કામ કરતા કારીગરો જેવા કે કુંભારીકામ, સુથારીકામ, લુહારીકામ, શિલ્પકારો અને સુવર્ણકારો જેવા કામ કરતા લોકોને જ પ્રાપ્ત થશે.

 

પીએમ યોજના અંતર્ગત તાલીમમાં મળતી રકમ:

આ યોજના અંતર્ગત નીચે જણાવ્યા મુજબ તાલીમમાં રકમ મળશે.

  • આ યોજના હેઠળ લાભાર્થીને કુલ 15000 ટુલકીટ પ્રોત્સાહન પેટે સહાય આપવામાં આવશે તેમજ તાલીમ પિરિયડ દરમિયાન તાલીમ મેળવતા લાભાર્થીને પ્રતિદિન 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવશે.

પીએમ યોજના અંતર્ગત મળતી લોન રકમ:

આ યોજના અંતર્ગત નીચે જણૅઅવ્યા મુજબની લોનની રકમ મળશે.

  • આ યોજના હેઠળ યોજનાના લાભાર્થીને કોલેટરલ ડી એન્ટરપ્રાઇઝ ડેવલોપમેન્ટ લોન પણ આપવામાં આવશે. જેમાં પ્રથમ હપ્તા પેટે એક લાખની લોન 18 મહિના ચુકવણી મુદત પર અને બીજા હપ્તા પેટે 2 લાખની લોન 30 મહિના ચૂકવણી મુદત પેટે આપવામાં આવશે.

 

પીએમ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો:

આ યોજનાનો લાભા મેળવવા માટે નીચે જણાવ્યા મુજબના જરૂરી દસ્તાવેજો રજુ કરવા પડશે.

  • આધારકર્ડ, રહેઠાણનો પુરાવો
  • જાતિ અંગેનું પ્રમાણપત્ર
  • બેંકની પાસબુક (બેંક એકાઇન્ટ નંબર)
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર

 

પીએમ યોજનાની જરૂરી પાત્રતા:

આ યોજનાનો લાભ લેવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિ નીચે જણાવ્યા મુજબની જરૂરી પાત્રતા ધરાવતો હોવો જોઇએ

  • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જરૂરી છે.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે
  • આ યોજનાનો લાભ ફક્ત કડીયા, સુથાર, લુહાર, સોની, મિસ્ત્રી, દરજી, વાણંદ, ધોબી, રસોડાની વસ્તુ બનાવનાર, વાળ ચાવી બનાવનાર, શસ્ત્રો બનાવનાર, શિલ્પકારો, પગરખા બનાવનાર, રમકડા બનાવનાર, બોટ-જહાજ બનાવનાર, ઘર વપરાશ ને લગતા નાના ઓજારો બનાવનાર તેમજ અન્ય આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા કારીગરો ને જ મળશે.
  • તેમજ આ યોજનાને લગતી અન્ય જરૂરી લાયકાત પણ ઉમેદવારોએ પૂરી કરવાની રહેશે.

 

પીએમ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી:

આ યોજનાનો લાભ લેવાની ઇચ્છા ધરાવતા મિત્રોએ સત્તાવાર વેબસાઇટ https://pmvishwakarma.gov.in/ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે તથા જરૂરી માહિતી મેળવવાની રહેશે.

Post a Comment

0 Comments