આધારકાર્ડ (UIDAI): આધારકાર્ડ એ એક પ્રકારનો અગત્યનો અને જેના વગર કોઈ પણ પ્રકારના કામકાજ ચાલે નહીં તેવો પોતાનો રહેણાકનો પુરાવો છે. જેને અંગ્રેજીમાં Unique Identification Authority of India (UIDAI) કહેવામાં આવે છે.
આધાર એપમાં OTP અને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઘરે બેઠા જ આધારકાર્ડ સાથે તમારો મોબાઇલ નંબર અપડેટ કરી શકાશે. તે માટે આધાર સેન્ટર ખાતે જવાની જરૂર નહીં રહે અને સમય વ્યય તેમજ લાંબી લાઇનનો ઊભા રહી કરવી પડતી પ્રક્રિયા મિનિટોમાં પૂરી થશે.
આધારકાર્ડ (UIDAI)નો ઉપયોગ |
આધાર કાર્ડ એ આપણા દેશમાં ઓળખ માટેનું મહત્વનું દસ્તાવેજ બની ગયું છે. આપણી રોજિંદી કામગીરીથી માંડી દરેક જગ્યાએ જેમ કે, બેન્કિંગ, સરકારી કચેરીઓ, સીમકાર્ડ ખરીદી કરતી વખતે, કોઈ પણ પુરાવાઓના વેરીફીકેશન વખતે OTP સબંધિત માહિતી ભરવા માટે તેમજ અન્ય મોટા ભાગના કામકાજ આધાર પુરાવા વગર શક્ય નથી એમાંય સૌથી અગત્યનું OTP સબમીટ કરાવવા સબંધી દસ્તાવેજ ચકાસણી માટે ખાસ જરૂરી છે. આપણે આપણું સરનામું બદલવું હોય, કોઈ જરૂરી દસ્તાવેજ મુજબ ફેરફાર કરવાના થતા હોય જે આધારકાર્ડમાં લિંક કરેલ મોબાઇલ નંબર પર OTP દ્વારા વેરીફીકેશન થકી ફેરફાર થતા હોય છે પરંતુ, જો આધારકાર્ડ પર મોબાઇલ સીમકાર્ડ ખરીદી કરેલ છે અને એ નંબરનું સીમકાર્ડ ખોવાઈ જાય અથવા સીમકાર્ડ બંધ થઈ જાય ત્યારે આધારકાર્ડમાં ફેરફાર કરવો ખૂબ જ મુશ્કેલી પડે છે. તેમજ ફેરફાર કરવા માટે CSC સેન્ટર તેમજ ઓથોરાઈઝડ કેન્દ્ર ખાતે જવું પડે અને લાંબી લાઇનમાં ઉભું રહેવું પડતું હોય છે હવે, કોઈ સેન્ટર ખાતે જવાની કે લાંબી લાઇનમાં ઉભું રહેવાની ઝંઝટમાંથી છૂટકારો. તમે તમારા ઘરે બેઠા બેઠા પણ જરૂરી દસ્તાવેજની ચકાસણી કરી આધારકાર્ડમાં જરૂરી ફેરફાર કરી શકો છો. |
🔔 Join WhatsApp | |
🔔 Join Telegram | |
🔔 Follow Channel for Latest Update |
આધારકાર્ડ (UIDAI) માં ફેરફાર કરવા સબંધિત માહિતી |
| UIDAIની આધાર એપમાં આ પ્રક્રિયા માટે યુઝરને માત્ર આધાર નંબર અને નવો મોબાઇલ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ નવા નંબર પર OTP આવશે જે સાબિત કરશે કે મોબાઇલ ખરેખર તમારાં પાસેજ છે. OTPથી વેરિફિકેશન પૂરો થયા બાદ બીજી સ્ટેપ રહેશે ફેસ ઓથેન્ટિકેશન. ફોનનો કેમેરો તમારું ચહેરું સ્કેન કરશે અને સિસ્ટમમાં રહેલા બાયોમેટ્રિક ડેટા સાથે મેચ કરશે. જુના સમયમાં આવું અપડેટ સેન્ટરમાં બાયોમેટ્રિક મશીનથી થતું હતું, હવે એ જ પ્રક્રિયા મોબાઇલમાં થશે. આ ટેક્નોલોજી વધુ સુરક્ષિત છે અને કોઈ બીજા વ્યક્તિ દ્વારા છેતરપીંડી થવાની શક્યતા બહુ ઓછી છે. ફેસ ઓથેન્ટિકેશન સફળ થતાં જ નવો મોબાઇલ નંબર તમારા આધાર કાર્ડમાં લિંક થઈ જશે અને ભવિષ્યની બધી OTP આધારિત વેરિફિકેશન પ્રક્રિયા તમારા નવા નંબર પર થશે. આ પહેલા મોબાઇલ નંબર અપડેટ કરવા માટે આધાર સેન્ટર જઈ ફોર્મ ભરવાનું, કલાકોનું રાહ જોવું અને કેટલાક ચાર્જીસ ચુકવવાના પડતા હતા. પરંતુ નવી સગવડથી સમય, કષ્ટ અને ખર્ચ બધુ જ બચશે. |
આધારકાર્ડ (UIDAI) માં ફેરફાર કરવા અંગેની શરત |
| આમ તમે ઘરે બેઠા પણ આધારકાર્ડમાં ફેરફાર કરી શકો છો, પણ ઓથોરાઈઝડ સેન્ટર ખાતે ચકાસણી કરતી વખતે તમારા દ્વારા અપલોડ કરેલ દસ્તાવેજ ઓથોરાઈઝડ સંસ્થા દ્વારા પ્રમાણિક હોવા જરૂરી છે. |
Join WhatsApp Group: Click Here
Best Useful Android Apps by Google:
- Read Along by Google Android App: Click Here

