યોજના/ પંચ | 8મુ પગાર પાંચ |
પ્રકાર | કેન્દ્રીય સ્તરે |
લાભાર્થી | કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો |
સંસ્કરણ | 8મુ |
સંભવિત વર્ષ/ તારીખ | 1 જાન્યુઆરી 2026 |
અધ્યક્ષ/ કમિટી ચેરમેન | રંજના પ્રદેશ દેસાઈ |
કેન્દ્રીય સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને કેન્દ્ર સરકારે 8મુ પગાર પંચ લાગુ થવા અંગે ખુશીના સમાચાર આપ્યા છે. જેની અટકળો તેમજ જાહેરાત અનેક વાર કરવામાં આવી છે.
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે. કેબિનેટે 8મા પગાર પંચના કાર્યક્ષેત્રને મંજૂરી આપી અને આ માટેના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે. 8મું પગાર પંચ 18 મહિનાની અંદર સમીક્ષા કરી તેની ભલામણો રજૂ કરશે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, "8મા કેન્દ્રીય પગાર પંચની રચના, ટર્મ્સ ઓફ રેફરન્સ અને સમયગાળો વડાપ્રધાન દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. કમિશનની ભલામણમાં સંરક્ષણ સેવાઓના કર્મચારીઓ સહિત લગભગ 50 લાખ કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનરોને આવરી લેવામાં આવશે." સરકાર 1 જાન્યુઆરી, 2026 થી 8મા પગાર પંચની ભલામણો લાગુ કરવાનો ઇરાદો ધરાવે છે.
કેન્દ્રીય પગાર પંચની રચના ક્યારે કરવામાં આવે છે.
કેન્દ્રિય પગાર પંચની રચના સમયાંતરે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, પેન્શન અને સેવા શરતોની સમીક્ષા કરવા અને જરૂરી ફેરફારોની ભલામણ કરવા માટે કરવામાં આવે છે. સામાન્ય રીતે, દર 10 વર્ષે એક એવા પગાર પંચની રચના કરવામાં આવે છે.
8માં પગાર પંચની રચનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણના જણાવ્યા મુજબ કેન્દ્રીય સરકાર દ્વારા 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની અપેક્ષા છે. સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થાં અને અન્ય લાભોની સમીક્ષા કરવા માટે જાન્યુઆરી 2025માં 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી.
8મા પગાર પંચમાં કેટલો વધારો થઈ શકે છે.
પગાર પંચમાં પગાર વધારો ફિટમેન્ટના આધારે થતો હોય છે. હવે 8મા પગાર પંચ અંતર્ગત પગાર વધારાનો હિસાબ ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) પર થશે, જે હાલમાં બેઝિક પેને એટલા ગણા કરીને નવો પગાર નક્કી કરે છે. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતો. માહિતી પ્રમાણે, 8મા પગાર પંચ પછી ફિટમેન્ટ ફેક્ટર 2.86 ટકા સુધી વધી શકે છે.
ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) શું છે?
- ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાંક છે, જે બેઝિક પગારને વધારવા માટે થાય છે. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતું, જેના કારણે લેવલ 1ના કર્મચારીના બેઝિક પે 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થઈ ગયો હતો. જો કે કુલ પગારમાં મોંઘવારી ભથ્થું, HRA અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જેવા ભથ્થા પણ સામેલ હોય છે. 7મા પગાર પંચ પછી લેવલ 1નું કુલ પેકેજ લગભગ 36,020 રૂપિયા હતું.
- 7માં પગાર પંચ મુજબ બેઝિક 7000 હતું અને ફિટમેન્ટ ફેક્ટર 2.57 જેથી 7000× 2.57= 17990 થયા હતા તે ફિટમેન્ટ મુજબ
- 8માં પગાર પંચમાં બેઝિક 18000 છે અને ફિટમેન્ટ ફેક્ટર જો 2.57 લેવામાં આવ તો 18000×2.57=46260 થાય તથા
- 8માં પગાર પંચમાં જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 લેવામાં આવે તો 18000×2.86=51480 બેઝિક પગાર થાય.
Join WhatsApp | |
Join Telegram | |
Follow Channel for Latest Update |
કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, 8મા પગાર પંચ પછી ફિટમેન્ટ ફેક્ટર 2.86 ટકા સુધી વધી શકે છે, જેનાથી લેવલ 1નો બેઝિક પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા સુધી થઈ શકે છે. આ સાથે જ બધા જ 10 લેવલ્સમાં પગાર ને પેન્શનમાં વધારો થશે.
જણાવ્યા અનુસાર 8માં પગાર પંચમાં જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 લેવામાં આવે તો 18000×2.86=51480 બેઝિક પગાર થાય.
Join WhatsApp Group: Click Here
Best Useful Android Apps by Google:
- Read Along by Google Android App: Click Here
