Type Here to Get Search Results !

શું તમે અમદાવાદ શહેરમા રહો છો અને ઘર વિહોણા છો? તો હમણા જ ઓનલાઇન ફોર્મ ભરો. (પ્રધાનમંત્રી આવાસ યોજના, શહેરી વિસ્તાર EWS AVAS)!!

Join WhatsApp Group



Ahmedabad Municipal Corporation (AMC)
  • Organization: Urban Development Agency
  • Scheme Name: PM AVAS YOJANA - 2025
  • Location: Ahmedabad
  • Phase Type: EWS Phase – 4,5,6,7,11
  • Yearly Income: Maximum 3 Lakh Family
  • Online Apply Dat : Starting Now.
  • Official Website: Click Here


ટૂંકી વિગત: જો તમે અમદાવાદ શહેરી વિસ્તારમાં રહેતા હોવ અને તમારી પાસે રહેવા માટે ઘર ના હોય તો તમારા માટે ખુશીના સમાચાર એ છે કે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PM AVAS YOJANA 2025) અંતર્ગત નવા મકાનોનું બાંધકામ કરી વાર્ષિક રૂપિયા ૩,૦૦,૦૦૦/- (અંકે ત્રણ લાખ) સુધીની આવક ધરાવતા હોવ તેમના માટે કુલ 11673 મકાનોનું બાંધકામ કરેલ છે તે પૈકી હાલમા 1577 મકાનો માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS Phase –4, 5, 6, 7, 11 મકાનો બાબતે ઑનલાઇન ડ્રો કરવા માટે અરજી પત્રકો મંગાવવામાં આવી રહ્યા છે. જો તમે અરજી કરવા માંગો છો તો વધુ વિગતવાર માહિતી જુઓ.

 

 

  • EWS Phase – 4,5,6,7,11
  • Total EWS Houses: 11673
  • Invite Application for Drow EWS Houses: 1577

 

Ahmedabad Municipal Corporation: PM AVAS YOJANA 2025 


બાંધકામ કરેલ કુલ આવાસોની સંખ્યા:- 11673

અરજી પત્રક મંગાવવાના થતા આવાસોની સંખ્યા:- 1577


  • આપેલ કોષ્ટક ધ્યાન પૂર્વક વાંચો


  • EWS House ઓનલાઇન ફોર્મ ભરો: Click Here
  • EWS House ડાઉનલોડ રીસીપ્ટ: Click Here
  • EWS House સત્તાવાર વેબસાઇટ: Click Here
Join WhatsApp Group: Click Here

 

Ahmedabad Municipal Corporation: PM AVAS YOJANA 2025 


મહત્વની સુચનાઃ-

  • (૧) રીઝર્વ કેટેગરીના અરજદારોએ પોતાની જાતિ અંગેના ગુજરાત રાજયના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અરજી ફોર્મની સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે..
  • (૨) દિવ્યાંગજન(B/H) અરજદારોએ વિકલાંગતાનો લાભ મેળવવા (૪૦% કે તેથી વધુ વિકલાંગતા અંગેનું) સિવિલ સર્જનના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અરજી ફોર્મની સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે.
  • (૩) ફોર્મમાં ખોટી માહિતી ભરવાથી રદ થનાર ફોર્મ બાબતે અથવા રીફંડ બાબતે ઉદભવતા પ્રશ્નોની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે. આથી તમામ વિગતો સાચી અને સ્પષ્ટ
  • ભરવી.
  • (૪) વ્યકિતદીઠ એક જ ફોર્મ ભરી શકાશે. જો કોઈ અરજદાર દ્વારા એકથી વધુ ફોર્મ ભરેલ માલુમ પડશે તો તમામ ફોર્મ/એલોટમેન્ટ રદ કરી ભરેલ ડીપોઝીટની પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે.
  • (૫) ફોર્મની તમામ વિગતો ફરજીયાત ભરવાની રહેશે. અધૂરા ભરેલ ફોર્મ અમાન્ય રહેશે.

 

ખાસ નોંધ : સદર આવાસો પૈકી અમુક આવાસોના બાંધકામની કામગીરી પુર્ણ/ચાલુ છે. જેથી ડ્રોમાં આપને આવાસ ફાળવણી થયા બાદ નાણાં એક સાથે જમાં કરાવી વહેલાસર પઝેશન મેળવી શકાશે.

 

યોજનાની વિગતો

  • ૧) યોજના અંતર્ગત આવાસો અંદાજે ૨૮.૦૦ ચો.મી. કારપેટ એરીયા (૩૩.૪૮ ચો.વાર) અને બિલ્ટઅપ એરીયા ૩૩.૦૦ થી ૩૫.૦૦ ચો.મી. એટલે કે (૩૯.૪૫ થી ૪૧.૮૪ ચો.વાર) ના બાંધકામવાળા છે.
  • ૨) સદર મકાનો લાભાર્થીને જમીનની કિંમત વગર તેમજ લાભાર્થીને મળતી તમામ સરકારી (રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની) સહાય બાદ કરીને રૂ.૩.૦૦ લાખમાં ફાળવવામાં આવશે.
  • ૩) PMAY ના ચાર ઘટક જેવા કે AHP (એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટ), BLC(બેનીફીશીયરી લીડ કન્સ્ટ્રકશન), CLSS(ક્રેડીટ લીન્ક સબ સીડી), ISSR (ઈન સીટુ સ્લમ રીહેબીલીટેશન)માંથી કોઈપણ એક જ ઘટકમાં સહાય મળવાપાત્ર છે. ઉપરોકત ચાર ઘટક પૈકી કોઈપણ ઘટકમાં લાભ મેળવેલ ન હોય તે જ ફાળવણીને પાત્ર રહેશે તથા જો એવુ માલુમ પડશે કે અરજદારે સુચવેલ લાભ મેળવેલ છે તો સદર ફાળવેલ આવાસની ફાળવણી અ.મ્યુ.કો. દ્વારા રદ કરવામાં આવશે.
  • ૪) આ આવાસ (PMAY) અંતર્ગત ફાળવેલ હોઈ આપશ્રીને આ આવાસ ઉપર બેંક કે ફાઇનાન્સિયલ સંસ્થા પાસેથી CLSS સહાયનો લાભ મળવાપાત્ર નથી.
  • ૫) મેન્ટેનન્સ ડીપોઝીટ પઝેશન લેતા રૂા.૩૦,૦૦૦/- અલગથી ભરવાની રહેશે.
  • ૬) પાયાની તમામ સગવડો જેવી કે પાણી પુરવઠો/ગટરલાઇનની સુવિધા પુરી પાડવામાં આવશે. અ.મ્યુ.કોર્પો. દ્વારા પુરી પાડવામાં આવતી સેવાઓ સિવાયની સુવિધા માટેનો ખર્ચ લાભાર્થીએ ભોગવવાના રહેશે.
  • ૭) આંગણવાડી/આરોગ્ય કેન્દ્ર/તાલીમ કેન્દ્ર(ઉમ્મીદ) બાળકો માટે ક્રિડાંગણ જેવી સુવિધાઓ માપદંડ મુજબ વધારે આવાસો હોય ત્યાં આપવામાં આવશે.
  • ૮) અન્ય કોઇ લીગલ ચાર્જ કે તેનાં આનુષાંગિક ખર્ચાઓ લાભાર્થીએ ભરવાના/ભોગવવાનો રહેશે.

 

સરકારી વિવિધ યોજનાઓ વિશે જાણવા માટે: અહીંયા ક્લિલ કરો


અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજ

  • અરજીપત્ર રજૂ કરતી વખતે દરેક અરજદારે પોતાના બેંક એકાઉન્ટનો કેન્સલ કરેલ ચેક/બેંક એકાઉન્ટની પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ
  • રીઝર્વ કેટગરીના અરજદારોએ પોતાની જાતિ અંગેના ગુજરાત રાજયના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
  • વિકલાંગતાનો લાભ ઇચ્છતા અરજદારે (૪૦% કે તેથી વધુ વિકલાંગતા અંગેનું) સીવીલ સર્જનનું પ્રમાણિત સર્ટીફીકેટ ફરજીયાત સામેલ કરવાનું રહેશે.
  • જયારે અરજદાર સફળ થાય ત્યાર બાદ અમ.મ્યુનિ.કોર્પોરેશન જે દસ્તાવેજી પૂરાવા માંગે તે તમામ દસ્તાવેજો અરજદારે ફરજીયાતપણે સમય મર્યાદામાં ૨જૂ ક૨વાના રહેશે.


સરકારી અર્ધ-સરકારી તેમજ સંસ્થાકીય નોકરીની ભરતી વિશે જાણવા માટે: અહીંયા ક્લિક કરો


અરજી કરતા પહેલા શરતો અવશ્ય વાંચો

  • ૧) અરજદારે અરજી ફોર્મ સાથે ડીપોઝીટની રકમ રૂા.૭૫૦૦/- (રૂપીયા સાત હજાર પાંચસો પૂરા) ભરવાના રહેશે.
  • ૨) મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા ૨૦% ૨કમ (અરજી સાથે ભરપાઇ કરેલ ડીપોઝીટ બાદ કરતાં બાકીની રકમ) ડ્રોમાં સફળ થયા બાદ અમ.મ્યુનિ.કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે ત્રણ માસમાં અચૂકપણે ભરવાની રહેશે. ત્યારબાદ બાકી રહેતી ૮૦% રકમના એકસરખા દસ(૧૦) હપ્તા (અંદાજે એક વર્ષમાં તમામ ૮૦% રકમ થાય તે રીતે) સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમાં કરાવવાના રહેશે. તે ઉપરાંત છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સ ડીપોઝીટ તથા અન્ય ચાર્જીસ પણ ભરપાઇ કરવાના રહેશે. અરજદાર દ્વારા ૨૦% રકમ જે બેંકમાં ભરેલ હોય તે જ બેંકમાં બાકીના ૮૦% રકમ ભરવાની રહેશે.
  • ૩) મકાનની નક્કી થયેલ પૂરેપૂરી કિંમત ભરપાઇ થયા બાદ જ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયેથી અરજદારને તેમને ફાળવવામાં આવેલ મકાનનો કબજો સોંપવામાં આવશે.
  • ૪) કુટુંબના તમામ સભ્યોની મળીને કુટુંબની કુલ વાર્ષિક આવક રૂા.૩,૦૦,૦૦૦/- થી વધુ હોવી જોઇએ નહી. આ યોજના માટે જયાં જયાં કુટુંબનો ઉલ્લેખ કરાયેલ છે. ત્યાં કુટુંબ એટલે પોતે,પોતાની પત્ની/પતિ, તથા તેમના અપરણીત બાળકો.કુટુંબનો પુખ્ત વયનો સભ્ય ભારતદેશમાં પાકુ મકાન કે જમીનનો પ્લોટ ન ધરાવતો હોય તો તેનો વૈવાહિક દરજજો ધ્યાને લીધા વગર સદર આવાસ મેળવવા હકદાર છે.
  • ૫) અરજી પત્રક ઉપર ફોટો ફરજીયાત અપલોડ કરવાનો રહેશે.
  • ૬) કેટેગરી અંગેનું પ્રમાણપત્ર અમ.મ્યુનિ.કોર્પોરેશનમાં મંગાવે ત્યારે મૂળ સ્વરૂપે (અસલ) ૨જૂ ક૨વાનું રહેશે.

Join WhatsApp Group: Click Here

 

Best Useful Android Apps by Google:


Post a Comment

0 Comments

Ads Area