Type Here to Get Search Results !

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો કરવામાં આવ્યો : 8મા પગાર પંચ પહેલાથી 55 % ભથ્થું મળશે

 


કેન્દ્રીય સરકારી કર્મચારીઓને સરકાર તરફથી 8માં પગારપંચ પહેલા મોટી ભેટ આપવામાં આવી, મોંઘવારી ભથ્થામાં કર્યો 2% નો વધારો



મોઘવારી ભથ્થામાં વધારો : આ 2%નો વધારો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યો છે. ભથ્થામાં આની પહેલા વધારો જુલાઈ 2024માં કરવામાં આવ્યો હતો, અને મોંઘવારી ભથ્થું 50% થી વધારીને 53% કરવામાં આવ્યું હતું. હવે 2% નો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે કર્મચારીઓના મૂળ પગારમાં 2% વધારા સાથે મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે. આ વધારો 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે.


મોઘવારી ભથ્થામાં વધારો : કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવેલ આ 2% નો વધારો 1 જાન્યુઆરી, 2025થી અમલી બનશે તથા આ મોંઘવારી ભથ્થાના વધારાથી કેન્દ્ર સ્તરના કરોડો કર્મચારીઓ અને પેન્શર્સને લાભ મળશે. જેથી જેમનો બેઝિક પગાર રૂ. 50,000 હોય તો તેના પર હાલ 53% મોઘવારી સાથે રૂ. 26500 મોંઘવારી ભથ્થું મળતુ હતું. જ્યારે હવેથી તેમાં 2% વધારો કરતા 55% મોંઘવારી ભથ્થા સાથે રૂ. 27500 મળશે. અર્થાત સરકારી કર્મચારીઓના પગારમાં રૂ. એક હજાર જેટલો વધારો થશે. બેઝિક પગાર રૂ. 70000 પર મોંઘવારી ભથ્થું રૂ. 1400 વધશે. જ્યારે એક લાખના બેઝિક પગાર પર મહિને રૂ. 2000 નો વધારો થયો છે.



મોઘવારી ભથ્થામાં વધારોછેલ્લો વધારો જુલાઈ 2024માં થયો હતો, જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધારીને 53 ટકા કરવામાં આવ્યું હતું. હવે 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે કર્મચારીઓના મૂળ પગારમાં 2 ટકા વધારાનો મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે. આ વધારો 1 જાન્યુઆરી, 2025થી અમલી માનવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં વધારાથી કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. તથા સરકારે માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે તેથી કર્મચારીઓને 2 મહિનાનું એરિયર્સ મળશે. આવા કિસ્સામાં, બે મહિનાના બાકી પગારને એકસાથે ઉમેરીને માર્ચ મહિનાના પગાર સાથે આપવામાં આવશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની સાથે, માર્ચ મહિનાનો મોંઘવારી ભથ્થું પણ પગારમાં ઉમેરીને કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવશે. જો કોઈપણ કેન્દ્ર સરકારી કર્મચારીનો મૂળ પગાર 19,000 રૂપિયા હોય, તો તેને મોંઘવારી ભથ્થા તરીકે 10,070 રૂપિયા મળશે. હવે 2 ટકાના વધારા બાદ આ ભથ્થું 10,450 રૂપિયા થઈ ગયું છે.



મોંઘવારી ભથ્થું શું હોય છે?

મોંઘવારી ભથ્થું એવું નાણું છે, જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે. એ સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે.



કેવી રીતે ગણવામાં આવે છે મોંઘવારી ભથ્થું?

મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે, ફોર્મ્યુલા છે [છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ - 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ તો એની ગણતરીની પદ્ધતિ છે- મોંઘવારી ભથ્થાની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100



AICPI - ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ શું છે?

ભારતમાં ફુગાવાના બે પ્રકાર છે. એક, રિટેલ એટલે કે છૂટક અને બીજો, જથ્થાબંધ ફુગાવો. છૂટક મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો દ્વારા ક્વોટ કરાયેલા ભાવ પર આધારિત છે. એને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવામાં આવે છે.



DA પછી ફાયદો કેટલો થશે?

આ માટે તમારો પગાર નીચેની ફોર્મ્યુલામાં ભરો..(Basic Pay+ Grade Pay) × DA % = DA ની રકમ જેથી જે પરિણામ આવે છે એને DA કહેવામાં આવે છે. દા.ત., ધારો કે તમારો મૂળ પગાર રૂ.10000 છે અને ગ્રેડ પે રૂ.1000 છે. બંનેને ઉમેરવા પર કુલ રૂ.11000 થઈ ગયા. હવે વધેલા 42% મોંઘવારી ભથ્થાના સંદર્ભમાં એ 4,620 રૂપિયા થાય છે. તમારી કુલ સેલરી રૂ. 15,620 થઈ. અગાઉ, 38% DAના સંદર્ભમાં, તમને રૂ.15,180 નો પગાર મળતો હતો, એટલે કે DAમાં 4%નો વધારો કર્યા બાદ દર મહિને 440 રૂપિયાનો ફાયદો થશે.



DAની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ?

  • DA ની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ 1939-1945 દરમિયાન થઈ હતી 
  • ભારતમાં મુંબઈ થી 1972 માં મોઘવારી ભથ્થાંની શરૂઆત થઈ હતી
  • સૈનિકોને ખાવા અને અન્ય સુવિધાઓ માટે પગારથી અગલ રૂપિયા આપવામાં આવતા હતા. ત્યારે એને ખાદ્ય મોઘવારી ભથ્થું કહેવામાં આવતું હતું.
  • એ પછી કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી કર્મચારીઓને મોઘવારી ભથ્થું આપવાની શરૂઆત કરવામાં આવી.

Post a Comment

0 Comments

Ads Area