PM KISAN યોજના : પીએમ કિશાન યોજનાના 19માં હપ્તાની તારીખ જાહેર કરવામાં આવેલ છે, 19 માં હપ્તા માટે e-KYC કરવું જરૂરી છે જો તમારે E-KYC કરાવવાનું બાકી હોય તો કરાવી લે જો નહિતર નહીં મળે હપ્તો. તો ચાલો જાણીએ કે e-KYC કેવી રીતે કરવું તથા ઓનલાઇન e-KYC માટે શું કરવું. વધુ માહિતી માટે વાંચો
CISF कांस्टेबल के पदों में बंपर भरती फॉर्म भरने ओर जानकारी के लिए यहां पर क्लिक करे
PM KISAN યોજના : દેશમાં આર્થિક રીતે નબળા છે એવા કરોડો ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોનું જીવનધોરણ સુધારવા માટે કેન્દ્ર સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે. જેમાં PM કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, ભારત સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. યોજનાથી જોડાયેલા ખેડૂતોને આ રકમ 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવતી હતી. અને એના માટે તમારે e-KYC કરાવવવું ફરજિયાત છે. જો તમે હજુ સુધી e-KYC કરાવ્યું નથી તો તમને 19માં હપ્તાનો લાભ મળી શકશે નહિ. e-KYC કેવી રીતે કરાવવું તેની વિગતવારની માહિતી જાણીએ.
PM KISAN યોજના : અત્યાર સુધીમાં, 18 હપ્તા સુધી PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં 3.46 લાખ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે. હવે, ખેડૂતો 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર 24 ફેબ્રુઆરી 2025 ના રોજ આ યોજનાનો 19 મો હપ્તો જારી કરશે. તમને જણાવી દઈએ કે દેશમાં ઘણા ખેડૂત એવા પણ છે, જે ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર આ ખેડૂતો સામે કડક થયેલ છે અને તે માટે આ યોજનામાં સરકાર દ્વારા e-KYC અને જમીન ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી છે.
e-KYC કરવાની રીત તથા પદ્ધતિ જાણો
ઓફલાઇન રીત
- જો તમે હજુ સુધી e-KYC કારવ્યું નથી અને તમે ઓફલાઇન રીતે કરવા માંગો છો તો તમારે નજીકના CSC સેન્ટર પર જવું. અને ત્યાં તમારા બાયોમેટ્રિક્સ લઈને e-KYC કરવામાં આવશે.
e-KYC ઓનલાઈન કરવાની રીત તથા પદ્ધતિ જાણો
- જો તમે ઓનલાઈન રીતે e-KYC કરવા માંગો છો, તો તમારે તમારે સૌથી પહેલા PM KISAN યોજનાની આધિકારિક વેબસાઇટ pmkisan.gov.in લોગિન કરો.
- એક પેજ ખુલશે જેમાં 'e-KYC' ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ લાભાર્થીને પોતાનો આધાર નંબર નાખો.
- ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
- તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP નાખો.
- આટલું કર્યા બાદ સબમિટ પર ક્લિક કરો.
- હવે તમારું e-KYCનું કામ પૂરું થઈ જશે.