Advt No. Forest/202223/1
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 અન્વયે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ કુલ જગ્યાના ર૫ ગણા ઉમેદવારોની યાદી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના ૮ (આઠ) ગણા ઉમેદવારોની યાદી મંડળની વેબસાઇટ પર તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગના તા.૦૬/૦૮/૨૦૨૪ના પત્રની સૂચનાનુસાર “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના ૨૫ (પચ્ચીસ) ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવા સૂચના મળેલ છે. જે ધ્યાને લઇ, જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલનંબર પ્રમાણેની યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ૨૫ ગણા ઉમેદવારોની યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ યાદીમાં અગાઉની આઠગણા યાદીમાંના ઉમેદવારોનો સમાવેશ થયેલ છે. જેની સંબંધિતોએ નોંધ લેવી.
List Of Candidates Qualified For Physical Fitness Test For The Post Of Forest Guard, Class-III
More details: Click Here