Type Here to Get Search Results !

વ્હાલી દિકરી યોજના

દીકરી ના જન્મને પ્રોત્સાહન આપવા તથા સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા માટે સરકારની સૌથી શ્રેષ્ટ યોજના છે.

 

યોજનાની પાત્રતા

તા.૦૨/૦૮/૨૦૧૯કે તે પછી જન્મેલ દીકરીઓ પ્રથમ ત્રણ સંતાનો પૈકી ની તમામ દીકરીઓ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ દંપતિઓને લાભ મળવા પાત્ર છે અને દંપતિની વાર્ષિક આવક રૂ.૨૦૦૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.

અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

 

 

શું લાભ મળશે?

  •  દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
  •  દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
  •  દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
  •  દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના ગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

 

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • લાભાર્થી દીકરીનો જન્મનો પ્રમાણપત્ર
  • માતા પિતા નાઆધાર કાર્ડ
  • માતા પિતાના શાળા છોડયાનું પ્રમાણ પત્ર અથવા જન્મનો પ્રમાણપત્ર
  • માતા પિતાની કુલ વાર્ષિક આવકનો પ્રમાણપત્ર
  • દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મનું પ્રમાણપત્ર
  • નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સક્ષમ કરેલ દંપતિનું સોગંદનામું
  • અરજદારના રેશનકાર્ડ ની નકલ
  • લાભાર્થી દીકરીના માતા/પિતાના બેન્કખાતાની પાસબુકની નકલ
  • લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર/સર્ટિફિકેટ
  • લાભાર્થી દીકરીનું આધાર કાર્ડની નકલ

 

 

અરજી કોને કરી શકાય (હોદ્દો, કચેરીનું નામ અને સરનામું, ઈ-મેલ, ટેલીફોન નંબર)

  • નજીક ની આંગણવાડી કેન્દ્ર ખાતે
  • અરજી / સહાય મંજુર કરનાર સક્ષમ સત્તાધિકારી (હોદ્દો, કચેરીનું નામ અને સરનામું, ઈ-મેલ, ટેલીફોન નંબર)
  • મહિલા અને બાળ અધિકારીશ્રી
  • અપીલ સત્તાધિકારી (હોદ્દો, કચેરીનું નામ અને સરનામું, ઈ-મેલ, ટેલીફોન નંબર)
  • મહિલા અને બાળ અધિકારીશ્રી

 

જુઓ યોજના ફોર્મ Pdf : જોવા માટે ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments

Ads Area