ગુજરાત બજેટ 2024-25 : 3,32,465 કરોડનું અંદાજપત્ર નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવ્યું.
બજેટનો અર્થ:- દેશના બજેટનો અર્થ છે દેશના સમગ્ર
નાણાકીય વર્ષનો હિસાબ. નાણાકીય વર્ષ એટલે કે આવતા વર્ષે 1લી એપ્રિલથી 31મી માર્ચ
સુધીનો 12 મહિનાનો સમયગાળો. અર્થાત્, નાણામંત્રી દેશને પૈસા ક્યાંથી મળશે અને સરકાર ક્યાં
ખર્ચ કરશે તેનો હિસાબ તૈયાર કરશે. સરકારી કાગળોમાં તેને વાર્ષિક નાણાકીય નિવેદન
કહેવામાં આવે છે.
નાણાપ્રધાન કનુ દેસાઇ એ નાણાકીય
વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યુ. વિધાનસભા ગૃહમાં 3 લાખ 32 હજાર 465 કરોડ નું બજેટ
રજૂ કરવામાં આવ્યુ છે.ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી
છે.
યાત્રાધામોના
વિકાસ માટે ગુજરાત બજેટમાં 2098 કરોડની જોગવાઈ
ગુજરાતમાં પ્રવાસન સ્થળો,
યાત્રાધામો અને નાગરિક ઉડ્ડયન
માટે બજેટ 2024માં 2098 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રી કનુ દેસાઈએ
જણાવ્યુ કે પ્રવાસન પ્રભાગના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા સરકાર કટિબદ્ધ છે.
ગિફ્ટ
સિટી બનશે ‘સપનાનું શહેર’, બજેટમાં કરાઈ મોટી જાહેરાત
ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું
બજેટ વિધાનસભામાં નાણાપ્રધાન કનુ દેસાઇ દ્વારા નાણાકીય વર્ષ 2024-25નું રજૂ થયું. જેમાં
ગિફ્ટ સિટી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ગિફ્ટ સિટીને 900 એકરથી 3300 એકરમાં
વિસ્તરણ કરીને પ્લાન્ડ ગ્રીન
સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની ‘સપનાના
શહેર’તરીકે ઓળખ મળશે. શૈક્ષણિક
સંસ્થાઓ, આરોગ્ય સવલતો,
મેટ્રો કનેક્ટિવીટી ઊભી કરાશે.
અમદાવાદના મેટ્રો રૂટને પણ ગિફ્ટ સિટીના આંતરીક રૂટ સુધી લંબાવામાં આવશે.
બજેટમાં
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21,696 કરોડની જોગવાઈ
શહેરોને આર્થિક રીતે ગતિશીલ,
જીવંત,
રહેવાલાયક અને પર્યાવરણની
દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા ‘ઈઝ ઓફ લિવિંગ’
પર ધ્યાન આપવું આવશ્યક છે.
શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર-વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદ્રઢ કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય 7 નવી મહાનગર પાલિકાનો ઉમેરાની જાહેરાત કરવામાં આવી
ગુજરાતના
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ
કર્યું હતું, જેમાં વર્ષ 2047 માટે રોડમૅપ તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો
કરવામાં આવ્યો હતો. તો શહેરી વિકાસના ભાગરૂપે નાણાપ્રધા કનુ દેસાઇ એ બજેટમાં નવી 7
મહાનગરપાલિકાની જાહેરાત કરી છે. ગુજરાતમાં હવે 15 મહાનગરપાલિકા બનશે. ત્યારે આ 7
મહાનગરપાલિકામાં નવસારીનો પણ સમાવેશ થાય છે. હવે ગુજરાતમાં આઠ નગરપાલિકાઓને
મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. નવી મહાનગરપાલિકાઓની
જાહેરાત કરવામાં આવી છે તેમાં નવસારી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, વાપી અને સુરેન્દ્રનગર/વઢવાણનો સમાવેશ થાય છે.
નમો’ નામથી
વિદ્યાર્થીઓ, મહિલાઓ, ફરિયાદ માટે
ત્રણ નવી યોજના
નાણામંત્રી
કનુભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ 2024-25 માટે ગતવર્ષનાં અંદાજપત્રમાં 11.5 ટકાનો વધારો
કરી 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં અનેક સેવાકીય મહત્વની યોજનાઓ પણ
શરૂ કરવામાં આવી છે. બજેટનો ઉદ્દેશ્ય GYAN (ગરીબ, યુવા, અન્નદાતા, અને નારીશક્તિ) પર ભાર આપી સર્વ સમાવેશક વિકાસ અને સુમેળ ભર્યા
સમાજને બળ આપવાનો જણાવવામાં આવ્યું છે. બજેટમાં નવી મહત્વની યોજનાઓ પણ શરૂ કરાઇ
છે. જેમ ‘નમો’
નામ સાથે જોડાયેલ જ ત્રણ યોજનાઓ
છે.
ગુજરાત સરકારના બજેટ 2024-25ની મુખ્ય
જાહેરાતો
Ø ગુજરાતે જી.એસ.ડી.પી.માં (ગુજરાત સ્ટેટ ડૉમેસ્ટિક પ્રૉડકશન) 14.89 ટકાનો વિકાસદર હાંસલ કર્યો.
Ø વર્ષ 2000- '01માં દેશના જી.ડી.પી.માં (કુલ ઘરેલું ઉત્પાદન) રાજયનો ફાળો 5.1 ટકા હતો, જે આજે વધીને 8.2 ટકા થયો.
Ø હાલ ગુજરાતની વસતી 18-60 વર્ષની વચ્ચે, તેમને રોજગારની યોગ્ય તકો આપીને ડેમૉગ્રાફિક ડિવિડન્ડ લેવાનું આયોજન
પ્રવાસ પર્યટન
માટે
Ø ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હૅરિટેજ તથા સફેદ રણના ધોરડોને યુએનના વર્લ્ડ ટુરિઝમ ઑર્ગેનાઇઝેશન દ્વારા 'બેસ્ટ ટુરિઝમ વિલેજ'નો દરજ્જો મળવો એ ગુજરાતને માટે ગૌરવની વાત.
Ø સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતેનું એકતાનગર મીટિંગ, ઇન્સેન્ટિવ, કૉન્ફરન્સ તથા ઍક્ઝિબિશન માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે.
Ø ઉત્તર ગુજરાતના અંબાજી-ધરોઈ-તારંગા-વડનગર વિસ્તારનો વર્લ્ડ કલાસ સસ્ટૅનેબલ ટુરિસ્ટ પિલ્ગ્રિમૅજ ડૅસ્ટિનેશન તરીકે વિકાસ ચાલુ. જેથી કરીને સાંસ્કૃતિક ધરોહરનું રક્ષણ થાય અને રોજગારી વધે.
યુવા અને
રોજગાર
Ø નાણામંત્રી કનુ દેસાઇએ કહ્યું કે ટેક્સ્ટાઇલ, કેમિકલ, ફાર્મા, ઑટોમોબાઇલ જેવા પરંપરગાત ઉપરાંત સેમિકંડક્ટર, ગ્રીન ઍનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ઈ-વાહન જેવા આધુનિક ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રો દ્વારા ગુજરાતના યુવાનોને રોજગાર મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, તથા સરકાર આઈટી, બીટી, ફિનટેક, નાણાકીય અને પ્રવસનક્ષેત્રે રોજગાર વધારવા પ્રયાસ કરશે, તથા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાર્ટ-અપ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ.
કૃષિ અને કૃષક માટે
Ø નાણામંત્રીએ જાહેરાત કરી કે છેલ્લા એક દાયકા દરમિયાન ગુજરાતે કૃષિ અને આનુષંગિકક્ષેત્રે 11.2 ટકાનો વૃદ્ધિદર જાળવી રાખ્યો છે
Ø જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા તથા વધતી જતી વસતિની અન્નજરૂરિયાતોને પહોંચી વળવા જાડાધાનને પ્રોત્સાહન આપ્યું છે.
Ø ગુજરાતમાં નવ લાખ ખેડૂત ઑર્ગેનિક ખેતી તરફ વળ્યા. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અનેક યોજનાઓ છે.
બજેટનો ઈતિહાસ : શું
છે બજેટ શબ્દનો અર્થ ? શા માટે ચામડાના થેલા
સાથે જ મંત્રીઓ હાજર રહે છે
બજેટની વ્યાખ્યા એક સુક્ષ્મ આર્થિક ધારણા છે જે માલના વિનિમયના કિસ્સામાં
કરવામાં આવેલા વેપારને દર્શાવે છે. નાણાંકીય શરતોમાં બજેટનો અર્થ તમારા પૈસા ખર્ચ
કરવાની યોજના બનાવવાનો છે, જ્યારે ખર્ચ યોજના બજેટ છે. ખર્ચ પ્લાન બનાવવાથી તમે તમારા કાર્યના ખર્ચને
પ્રાથમિકતા આપવા માટે તમારી પાસે પૂરતા પૈસા હશે કે નહીં તે નક્કી કરી શકો છો.
બજેટિંગ તમારા માસિક ખર્ચનું સંચાલન કરવા, અનપેક્ષિત જીવન કાર્યક્રમોની યોજના બનાવવા અને ઋણ વગર ઉચ્ચ-ટિકિટની વસ્તુઓ
પરવડે તે સંબંધિત છે.
બજેટ એક અઠવાડિયાથી એક મહિના અથવા એક વર્ષ સુધી હોય છે.
દેશમાં સૌ પહેલા વર્ષ 1955-56માં પ્રથમ વખત હિંદીમાં બજેટ
રજૂ કરવામાં આવ્યું હતું. આની પહેલા બજેટ ફક્ત અંગ્રેજીમાં લખવામાં આવતું હતું અને
અંગ્રેજમાં જ રજૂ કરવામાં આવતું હતું. બજેટની હિંદીમાં લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ
છે કે તેને સામાન્ય માણસ પણ સરળતાથી સમજી શકે. આ સિવાય હિંદીમાં બજેટ લાવવાનો બીજો
એક આશય હતો કે દેશની વાત દેશની ભાષામાં રજૂ કરવામાં આવે. આથી 1955-56 બાદ સતત બજેટ
ભાષણ હિંદી અને અંગ્રેજી બંને ભાષામાં તૈયાર થતું આવ્યું છે. એ વાત અલગ છે કે
દેશના નાણાંમંત્રી પોતાની સુવિધા મુજબ બજેટનું ભાષણ હિંદી અથવા અંગ્રેજીમાં વાંચન
કરે છે.
બજેટ શબ્દની ઉત્પતિ લેટિન શબ્દ બુલ્ગાથી થઈ છે. બુલ્ગાનો
અર્થ થાય છે ચામડાનો થેલો. તેના બાદ ફ્રાંસીસી શબ્દ બોઉગેટ આવ્યો અને ત્યારબાદ
અસિતત્વમાં આવ્યો અંગ્રેજી શબ્દ બોગેટ અથવા બોજેટ અથવા તો પછી આ બજેટ શબ્દ આવ્યો.
આમ, બજેટ શબ્દ પણ
વિવિધ દેશાંતરણ કરીને આવ્યો છે. અગાઉ કહ્યું તેમ ચામડાના થેલા પરથી શબ્દ ઉતરી
આવેલો હોવાથી બજેટ રજૂ કરનારા નેતાઓ પણ ચામડાના થેલાને લઈને જ સંસદમાં આવે છે.
જેની પાછળનું કારણ પણ લેટિન શબ્દ બુલ્ગા જ છે. જો કે આ શબ્દનો ઈતિહાસ છે. બાકી
થેલાનો ઉપયોગ તો હવે માત્ર બજેટના કાગળીયા લઈ આવવા માટે જ થાય છે.
બજેટ
કેટલા પ્રકારના હોય છે, જાણો છો આપ?
આપ
પોતાની આવક-ખર્ચનો અનુમાન લગાવીને આપના ઘરનું બજેટ બનાવો છો અને સરકાર સમગ્ર
દેશનું બજેટ બનાવે છે...
સામાન્ય બજેટ અથવા યૂનિયન બજેટ સરકારના ખર્ચ
અને કમાણીના લેખાં-જોખાં છે. જે રીતે આપ દર મહીના માટે આપના ઘરનું બજેટ બનાવો છો
કે કેટલી આવક થશે, કેટલો ખર્ચ થશે અને અંતે કેટલી બચત થશે?
બજેટ વાસ્તવમાં આવક અને ખર્ચનો હિસાબ-કિતાબ છે.
આમ આદમી અને સરકારના બજેટમાં એક મામૂલી અંતર
હોય છે. તે અંતર એ છે કે આપ આપના ઘરનું બજેટ બનાવો છો જ્યારે સરકાર સમગ્ર દેશનું
બજેટ બનાવે છે.
બજેટને આપણે અનેક પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ
છીએ.
જેમ કે, સંતુલિત
બજેટ, અસંતુલિત બજેટ, સરપ્લસ
બજેટ અથવા ડેફિસિટ બજેટ. તેને આપણે અંતરિમ બજેટ અને પૂર્ણ બજેટમાં પણ રુપાંતરિત
કરી શકીએ છીએ. અન્ય અનેક રીતે પણ જાણકારો અને અર્થશાસ્ત્રીઓ બજેટનું વર્ગીકરણ કરે
છે.
1.સંતુલિત બજેટ શું છે?
જો કોઈ પણ નાણાકીય વર્ષમાં સરકારની આવક અને
ખર્ચના આંકડા બરાબર હોય તો તેને સંતુલિત અથવા બેલેન્સ્ડ બજેટ કહે છે. ઘણા
અર્થશાસ્ત્રીઓ સરકાર પાસેથી આવા જ બજેટની આશા રાખતા હોય છે.
આ પ્રકારના બજેટને ચાદર પ્રમાણે પગ ફેલાવવા
જેવું બજેટ ગણવામાં આવે છે. તેમા એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે કે, સરકાર પોતાની આવકના પ્રમાણે જ ખર્ચ કરશે.
2. સંતુલિત બજેટના શું છે
ફાયદા?
આ પ્રકારના બજેટથી આર્થિક સ્થિરતા બની રહે છે.
સરકાર બિનજરૂરી ખર્ચથી બચે છે.
3.સંતુલિત બજેટનું નુકશાન
શું છે?
આર્થિક સુસ્તીના સમયમાં તે બેઅસર સાબિત થાય છે.
બેરોજગારી જેવી સમસ્યાના સમાધાનમાં મદદ મળી શક્તી નથી.
વિકાસશીલ દેશોમાં આર્થિક ગ્રોથ પર અસર પડે છે.
જન કલ્યાણના કામ કરવાથી તે સરકારના હાથ રોકી દે છે.
4.સરપ્લસ બજેટ શું છે?
જો સરકારના ખર્ચ કરતા તેની આવક વધારે હોય તો
તેને સરપ્લસ બજેટ અથવા તો પૂરાંતવાળું બજેટ કહે છે. કોઈ એક નાણાકીય વર્ષમાં
સરકારની પાસે વધારાની રકમ બચે તો તેને સરપ્લસ બજેટ અથવા પૂરાંતવાળું બજેટ કહેવાય
છે. તેનો અર્થ એવો થયો કે કોઈ એક નાણાકીય વર્ષ દરમિયાન સરકાર જે પણ કંઈ ખર્ચ કરશે
તેની સરખામણીમાં કરવેરા અને સોર્સ દ્વારા સરકારને થયેલી આવક વધુ હશે.
તેનો અર્થ એવો પણ થયો કે સરકાર જનકલ્યાણના કામો
પાછળ જેટલો ખર્ચ કરશે તેનાથી વધુ રકમ તે ટેક્સ દ્વારા એકત્ર કરી લેશે. આ પ્રકારનું
બજેટ મોંઘવારી નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવે છે અને તેનાથી માંગ ઘટવામાં મદદ
મળે છે.
5.ડેફિસિટ બજેટ અથવા નુકસાન
વાળું બજેટ શું છે?
જો સરકારનો અનુમાનિત ખર્ચ તેની કમાણી કરતા વધુ
રહેવાના લેખાં-જોખાં રજૂ કરવામાં આવે તો તેને ડેફિસિટ બજેટ કહે છે. તેનો અર્થ એવો
છે કે, સરકારની ટેક્સ અને અન્ય સ્રોતમાંથી જેટલી આવક
થશે, જનકલ્યાણના કામ પર તેના કરતાં વધારે ખર્ચ થશે.
ભારત જેવા દેશોમાં આ પ્રકારનું બજેટ આર્થિક વિકાસને વેગ આપવામાં લાભદાયક થઈ શકે
છે.
ડેફિસિટ બજેટથી માંગ વધારવામાં અને આર્થિક
વિકાસમાં તેજી લાવવામાં મદદ મળી શકે છે. ડેફિસિટ બજેટમાં સરકાર ઉધારી કરીને પોતાનો
ખર્ચ કવર કરે છે.
6.ડેફિસિટ બજેટના ફાયદા શું
છે?
આર્થિક મંદીના દોરમાં રોજગાર વધારવામાં તે
મદદગાર બને છે. સરકારે જનકલ્યાણના કામ પર ખર્ચ કરવાની તક મળે છે. ડેફિસિટ બજેટના
નુકસાનને સરકાર બિનજરૂરી ચીજો પણ ખર્ચ વધારી શકે છે.
ઉધારી લેવાને કારણે સરકાર પર બોજ વધે છે.