Type Here to Get Search Results !

નવા કાયદાનો ગુજરાતભરમાં પણ વિરોધ

 


કેન્દ્ર સરકારે અમલી કરેલા નવા હિટ એન્ડ રન કાયદાનો ગુજરાતભરમાં વિરોધ જોવા મળ્યો છે. હજારો ટ્રકોના પૈડા થંભી ગયા છે અને ડ્રાઈવરો રસ્તા પર ઉતરી આવ્યા છે. મહેસાણાથી લઈને મોરબી સુધી, ખેડાથી માંડીને સુરત સુધી ટ્રક ડ્રાઈવરોએ સરકારી કાયદા સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો છે. ક્યાંક ટાયરો સળગાવીને, તો ક્યાંક સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરીને સરકાર સામે ડ્રાઇવરોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ડ્રાઇવર એસોસિએશનની માગ છે કે સરકાર કાયદો પરત ખેંચે અને ડ્રાઇવરોના હિતની રક્ષા કરવામાં આવે. મહત્વપૂર્ણ છે કે, નવા કાયદા મુજબ અકસ્માતમાં મોતના કેસમાં ડ્રાઇવરને 10 વર્ષની સજા અને રૂપિયા 7 લાખ દંડની જોગવાઇ છે.


કેન્દ્ર સરકારે અકસ્માતને લઈને ઘડેલા નવા કાયદાને લઈને વિરોધ સામે આવ્યો છે. ડ્રાઈવરો દ્વારા નવા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં અઠવાગેટ ચોપાટી પાસે મોટી સંખ્યામાં ડ્રાઈવરો એકઠા થયા હતા અને સુત્રોચાર સાથે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત કામરેજ ખાતે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Post a Comment

0 Comments

Ads Area